માળીયા (મી.) શહેરનો મુખ્ય માર્ગ ઉબડખાબડ, વાહનચાલકો પરેશાન

- text


માળીયા (મી.) : સામાન્ય રીતે, માળિયા મીયાણા શહેરનું નામ આવે કે સમસ્યાઓના ઢગલા સામે દેખાવા લાગે. તે પણ હાલ ચોમાસાની ઋતુમાં માળિયા મીયાણા શહેરના લોકો માળિયા આવવા માટે હાઇવેથી મુખ્ય માર્ગ પર ભારે હાલાકી વેઠી શહેરમાં આવે છે.

કંડલા-મોરબી હાઇવેથી માળિયા મીયાણા શહેરમાં પ્રવેશ માટેના બે કિલોમીટર જેટલા અંતરના રોડ પર જામનગર, નવલખી જવા માટે મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર હોય છે અને આ રોડ શહેરી લોકો માટે મુખ્ય પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. આ રોડની મરામત ઘણા વર્ષોથી કરવામાં આવી નથી. મચ્છુ નદીના બે વખત પૂરનો પણ આ રોડે સામનો કર્યો છે, છતાંય જાણે તંત્રના ધ્યાનમાં રોડ ન હોય એ રીતે માળિયા મીયાણા શહેર માટે આંખ આડા કાન થતાં હોય તેવી ચર્ચા શહેરીજનો સાંભળવા મળી રહી છે.

- text

નવલખી, જામનગરને જોડતો હાઇવે માળિયા મીયાણા મામલતદાર કચેરીએથી પુર્ણ થતો હોય, જ્યારે બે કિલોમીટરનો માર્ગ મોરબી જિલ્લા માર્ગ મકાન વિભાગ હેથળ હોવાથી આ રોડની હાલત બદતર જોવા મળી રહી છે. અહીંથી ભારેખમ વાહનોની અવરજવર વધુ પ્રમાણમાં હોય છે. આથી, બે કિલોમીટરનું અંતર કાપવા લાંબા સમય અને મોંઘા ઇંધણનો વેડફાડ થતો હોય છે. જ્યારે શહેરીજનોને પોતાના નાના વાહનો ચલાવવામાં ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. ત્યારે આ રોડની તાત્કાલિક મરામત કરવામાં આવે તેવી શહેરીજનોમાં માંગ ઉઠવા પામી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text