નહેરુ ગેઇટની પ્રતિકૃતિ ભેટ આપી ડીવાયએસપીનું સન્માન

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અગાઉ પીઆઇ તરીકે ફરજ બજાવનાર આઈ.એમ. કોંઢીયાની તાજેતરમાં બઢતી સાથે બદલી કરવામાં આવી હતી. જેમાં તેઓને અમદાવાદમાં ડીવાયએસપી તરીકે બઢતી આપીને બદલી કરવામાં આવી હતી. જે બદલ મોરબી તાલુકા ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગોપાલભાઈ સોલંકી અને જિલ્લાના કાર્યકર્તા ભીખાલાલ સોલંકી તેમજ કેતનભાઈ વાઘેલા (કેવલ પેલેટ પેકિંગ) એ અમદાવાદ રૂબરૂ જઈને ડીવાયએસપી આઈ.એમ. કોંઢિયાને મોરબીની આન, બાન અને શાન સમાં નહેરુ ગેઇટની પ્રતિકૃતિ ભેટમાં આપી અદકેરું સન્માન કર્યું હતું. તેમજ ઉતરોતર પ્રગતિની શુભકામનાઓ પાઠવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text