મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કોંગ્રેસની માંગણી

- text


મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ આજે કલેક્ટરને આવેદન આપ્યું

પાક વીમામાં ખેડૂતોને અન્યાય દૂર ન થાય અને સિંચાઇ માટે કેનાલમાં પાણી ન છોડાઈ તો આંદોલનની ચીમકી ઉચ્ચારી

મોરબી : મોરબી જિલ્લામાં અપૂરતો વરસાદ થવાથી દુષ્કાળના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે મોરબી જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ સરકાર સામે મોરચો મંડયો છે. જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને હાલમાં ખેડૂતોની તમામ સમસ્યાઓ દૂર કરવાની માંગ કરી હતી અને જો પાક વીમામાં ખેડૂતોને અન્યાય દૂર ન થાય અને સિંચાઇ માટે કેનાલમાં પાણી ન છોડાઈ તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરવામાં આવેલ છે. જે ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઠરાવ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. આ યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરીને ગુજરાત રાજ્યમાં દ્વારા ચાલુ કરવામાં આવેલ છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં તો વીમા કંપનીઓ દ્વારા ખેડૂતોને અન્યાય જ કરવામાં આવતો હતો. હજુ ખેડૂતોને જુના વીમા પણ મળેલ નથી.

નવી યોજનાની જોગવાઈ મુજબ 31 ઓગસ્ટ સુધીમાં જો સતત 28 દિવસ વરસાદ ના થાય અને પાકને નુકસાન થાય. તો સહાય ચૂકવવાની જોગવાઈ છે. તેની સામે મોરબી જિલ્લાના તાલુકાઓમાં ૩૫ દિવસ સુધી વરસાદ થયેલ નથી અને પાકને નુકસાન થવા પામેલ છે તો આ બાબતે સંબધિત વિભાગને સુચના આપીને સહાય ચૂકવવા યોગ્ય કરવાની માંગ કરી છે.

વધુમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જીલ્લામાં કેનાલની અંદર નર્મદાનું પાણી ઓદુ, દેહગામ, સુલતાનપુર રણ સુધી અમૃલય જળનો વેડફાટ સામે જવાબદાર અધિકારીસામે યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. તેમજ અમુક વિસ્તાર જે ડેમની કેનાલોના કમાન્ડ વિસ્તારમાં આવેલ છે. પરંતુ સિંચાઇ વિભાગ દ્વારા તેઓને પાણી આપવામાં આવેલ નથી અથવા તો પહોંચાડેલ નથી. તો આવા વિસ્તારોને પણ જ્યારે સિચાઈનું પાણી મળેલ નથી તેવા કિસ્સામાં તેઓને પણ આ યોજનામાં સમાવેશ કરીને સહાય ચૂકવવા યોગ્ય કરવાની માંગ ઉઠાવી છે.

- text

જ્યારે મચ્છુ ૩ ડેમ છે તે સિચાઈ આધારિત બનાવેલ છે. તો હાલમાં અંદર ગ્રાઉન્ડ કેનાલનું કામ છેલા ચાર વર્ષથી ચાલુ છે. તો આ પાણી કેનાલ મારફતે છોડી શકાય તેમ નથી તો આ સંગ્રહ કરેલો પાણીનો જથ્થો પીવાલાયક ન હોવાથી આ મચ્છુ 3 ડેમના નીચેના વિસ્તારમાં આવતા ગામોને સિંચાઈ માટે નદી દ્વારા ખેત તલાવડી ચેકડેમ તથા તળાવ દ્વારા સિંચાઇના પાણી ની વ્યવસ્થા કરી આપવાની માંગ કરી જો આ પ્રશ્નો ન ઉકેલાય તો ના છૂટકે ખેડૂતોને સાથે રાખીને આંદોલન કરવાની મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ચીમકી આપવામાં આવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text