ટંકારા નજીક દેશી દારૂ ભરેલી કાર પલ્ટી મારી ગઈ

- text


ટંકારા : ટંકારા નજીક દેશી દારૂ ભરેલી કાર પલ્ટી મારી ગઈ હતી. જો કે આ સમાચાર વાયુવેગે પ્રસરતા દેશી દારૂના પ્યાસીઓ દારૂ લેવા ઉમટી પડ્યા હતા. પણ તેમની પહેલા પોલીસ પહોંચી ગઈ હોય પ્યાસીઓને વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું.

ટંકારા નજીક મોરબી- રાજકોટ હાઇવે ઉપર ખજૂરા હોટેલ આગળ આજે સવારે દારૂ ભરેલી જીજે 03બીએ 0050 નંબરની કાર કોઈ કારણસર પલ્ટી મારી રોડની નીચે ઊંઘી પડી હતી. આ કારમાં દેશી દારૂની 5- 5 લિટરની કોથળીઓ ભરેલી હોય, જાણ થતાં જ ટંકારા પોલિસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જો કે પ્યાસીઓને પણ આ સમાચાર મળતા તેઓ પણ દારૂ લેવા પહોંચી ગયા હતા. પણ પોલીસ અગાઉથી જ પહોંચી હોય પ્યાસીઓમાં નિરાશા જોવા મળી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text