કાન્હાના આગમનને વધાવવા ટંકારા બન્યું ગોકુળિયું ગામ

- text


રાજમાર્ગો ઉપર ધજકા પાતાકા અને રોશનીનો અદભુત શણગાર

સરકાર અને તંત્રની ગાઈડલાઈન મુજબ કૃષ્ણ જન્મોત્સવ મનાવવા ટંકારાવાસીઓ સજ્જ

ટંકારા : કાન્હાના આગમનને વધાવવા ટંકારા રીતસર ગોકુળિયું ગામ બની ગયું છે અને રાજમાર્ગો ઉપર ધજકા પાતાકા અને રોશનીનો અદભુત શણગાર કરાયો છે. આવતીકાલે સવારે ૧૦ વાગ્યે ટંકારાના દેરીનાકાથી જન્માષ્ટમીની શોભાયાત્રા નિકળશે. એકંદરે સરકાર અને તંત્રની ગાઈડલાઈન મુજબ કૃષ્ણ જન્મોત્સવ મનાવવા ટંકારાવાસીઓ સજ્જ બન્યા છે.

જન્માષ્ટમી મહોત્સવને લઈને ટંકારા શહેરના રાજમાર્ગો ઝળહળી ઉઠયા છે. નંદધેર આનંદભયો ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણાં કરવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

આવતીકાલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ છે. ત્યારે ટંકારામાં માખણ ચોર, નટખટ, યશોદાનંદન, સુદામા મિત્ર કાન્હાના આગમનને વધાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરના રાજમાર્ગો ઉપર સુશોભન થકી કેસરી પતાકા લહેરાવ્યા છે.

- text

ટંકારાના માલધારી સમાજના આંગણે દેરીનાકાથી દયાનંદ સરસ્વતી ચોક ત્યાંથી ધેટીયા વાસ અને લો વાસમાથી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે પધારશે. કોરોના ગાઇડલાઇનને પગલે નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. ટંકારા પોલીસ દ્વારા આગેવાનો સાથે મીટીંગ કરી મટકીફોડ રાસ માસ સહીતની બાબતો અંગે વાકેફ કર્યા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text