જન્માષ્ટમી શોભાયાત્રા સંદર્ભે ધાર્મિક સંગઠનો સાથે પોલીસ તંત્રની બેઠક યોજાઇ

- text


એ ડિવિઝન પોલીસ મથકે પોલીસની ધાર્મિક સંગઠનો સાથેની મીટીંગમાં જન્માષ્ટમીએ મટકી ફોડ નહિ યોજવાનો નિર્ણય

શોભાયાત્રાનો રૂટ પણ ટૂંકાવાયો

મોરબી : રાજ્ય સરકારના જન્માષ્ટમી સંદર્ભે કોવિડને ધ્યાને લઈને મટકી ફોડના કાર્યક્રમ ઉપર રોક સહિતના સરકારના નિર્ણય સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ મથકે આજે પોલીસ સાથે ધાર્મિક સંગઠનોની મીટીંગ યોજાઈ હતી. જેમાં જન્માષ્ટમીના અવસરે મટકી ફોડ નહિ યોજાઈ તેવો નિર્ણય લેવાયો છે.

મોરબી એ ડિવિઝન પીઆઇ સોનારા સાથે વિશ્વ હિન્દુ પરિષદ, શિવસેના અને બજરંગ દળ સહિતના ધાર્મિક સંગઠનોની મીટીંગ યોજાઈ હતી. જેમાં જન્માષ્ટમીની ઉજવણી, શોભાયાત્રાના રૂટ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ મીટીંગમાં સરકારના નિયમ મુજબ મટકી ફોડના ક્યાંય પણ કાર્યક્રમ નહિ યોજાઈ તેવો નિર્ણય લેવાયો છે. અને ધાર્મિક સંગઠનોને સરકારના આ નિર્ણયનું ઉલ્લંઘન નહિ કરવા જણાવાયું હતું.

- text

આ ઉપરાંત શોભાયાત્રાનો રૂટ પણ ટૂંકાવી દેવામાં આવ્યો છે. જેમાં તા.30 ના રોજ સવારે 8 વાગ્યે જડેશ્વર મંદિરેથી જન્માષ્ટમીની શોભાયાત્રા 200 લોકોની મર્યાદા સાથે નીકળશે. જડેશ્વર મંદિરેથી સુપર ટોકીઝ, ત્રિકોણ બાગ, નવા ડેલા રોડ, જુના બસ સ્ટેન્ડ, રામચોક, રવાપર રોડ, ચકીયા હનુમાનજી, ગાંધીચોક, શાક માર્કેટ થઈ નહેરુ ગેઇટ ચોકે પહોંચીને શોભાયાત્રાનું સમાપન થશે. દર વખતે દરબાર ગઢ ખાતે પહોંચીને સમાપન થાય છે. પણ આ વખતે રૂટ ટૂંકાવી નહેરુ ગેઇટ ચોકે શોભાયાત્રાની પૂર્ણાહુતિ થશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text