હોલમાર્કના કાયદાના વિરોધમાં આજે મોરબીના સોની વેપારીઓ બંધ પાડશે

- text


દેશ વ્યાપી બંધના એલાનને મોરબી સુવર્ણકાર એશોસિએશનનો ટેકો

મોરબી : સોનાના આભૂષણોમાં ફરજીયાત હોલમાર્કિંગ કરવાના કાયદા સામે આખરે સુવર્ણકારોએ બાયો ચડાવી છે અને આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં એક દિવસના બંધનું એલાન કરાયું છે ત્યારે મોરબીના સુવર્ણકારો પણ આ લડતમાં જોડાયા છે અને આજે એક દિવસ માટે તમામ સોની વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી લડતને ટેકો જાહેર કર્યો છે.

- text

મોરબીના અગ્રણી સોની વેપારી અને સંગઠનના આગેવાન મહેન્દ્રભાઈ ચોકસી દ્વારા હડતાળ અંતર્ગત વેપારી મિત્રોને જણાવ્યુ હતું કે, હોલમાકિઁગ તથા HUIDના કાયદાના વિરોધમાં તા. ૨૩ને સોમવારના રોજ એક દિવસ માટે દેશમાં અને ગુજરાતમાં સોના ચાંદીના બજારો બંધ રહેવાના છે.જે અંતર્ગત મોરબી એસોસિએશને પણ તા. ૨૩ને સોમવારના રોજ બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે.જેથી આજે સોમવાર ના રોજ એક દિવસ માટે સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવનાર હોવાનું તેમને જણાવ્યું હતું.

- text