વાંકાનેરમાં દેશીદારૂની હેરફેર કરતો શખ્સ પોલીસને જોઈ અલ્ટો રેઢી મૂકી નાસ્યો

- text


સરતાનપર ગામ નજીકથી અલ્ટો કાર અને દેશી દારૂ કબ્જે લેવાયો

કાર ચાલક – માલિક વિરુદ્ધ ગુન્હો દાખલ

વાંકાનેર : વાંકાનેરના સરતાનપર ગામે પોલીસને જોઈ દેશી દારૂનો ધંધાર્થી દેશી દારૂના બૂંગિયા ભરેલી કાર રેઢી મૂકી નાસી છુટતા પોલીસે અલ્ટો કાર કબ્જે લઈ ચાલક – માલિક વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

ગઈકાલે વાંકાનેર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે સરતાનપર ગામે દશામાંના મંદિર નજીક એક અલ્ટો કારનો ચાલક કાર રેઢી મૂકી નાસી જતા પોલીસે કારની તલાસી લેતા અલ્ટો કાર નંબર જી.જે.૦૩.ઇ.સી.૩૪૬૯માંથી કેફી પ્રવાહી ભરેલ પ્લા.ના બાચકા નંગ.-૦૮ જેમાં બુગીયા નંગ.૮૦ જે દેશી દારૂ લીટર ૪૦૦ કી.રૂ.૮૦૦૦ મળી આવતા પોલીસે 60 હજારની કાર સહિત 68 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

- text

આ બનાવમાં પોલીસે દેશી દારૂ વેચાણ કરવાના ઇરાદે હેરાફેરી દરમ્યાન કાર રેઢી મુકી નાશી જનાર કાર ચાલક- માલિક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text