ટંકારાની ઓ.આર.ભાલોડિયા કોલેજમાં એક સાથે ચાર સ્પર્ધાઓ યોજાઈ

- text


રાખી, વેસ્ટમાંથી બેસ્ટ, મહેંદી અને કવિઝ કોમ્પિટિશનમાં છાત્રાઓએ ઉત્સાહભેર લીધો ભાગ

ટંકારા : ટંકારામાં ઓ. આર. ભાલોડિયા મહિલા સાયન્સ કોલેજ ખાતે રક્ષાબંધનના પર્વ નિમિત્તે વેસ્ટમાથી બેસ્ટ, મહેંદી સ્પર્ધા, રાખી મેકિંગ અને ક્વિઝ કોમ્પિટિશન યોજવામાં આવી હતી. જેમાં છાત્રાઓએ રસપૂર્વક ભાગ લીધો હતો.

રાજકોટ મોરબી રોડ પર પોલીસ સ્ટેશન સામે ઓરપેટ કન્યા છાત્રાલયના પટાંગણમાં આવેલી સાયન્સ કોલેજમાં રક્ષાબંધન પર્વ અનુસંધાને રાખડી સ્પર્ધા યોજાઈ હતી. જેમા છાત્રાઓએ અવનવી ડિઝાઇન અને મટિરયલની રાખડી જાતે બનાવી હતી. સાથે મહેદી સ્પર્ધામાં મહેંદી મુકવાની માસ્ટરી એ પણ સૌના મન મોહી લીધા હતા. અને આકર્ષક વેસ્ટ માથી બેસ્ટ જે નેચરલ ઘર ઉપયોગી ચિજ વસ્તુ બનાવવામાં આવી હતી અને અંતમાં ક્વિઝ કોમ્પિટિશન યોજાઈ હતી.

- text

કાર્યક્રમને અંતે સ્પર્ધામા ઉતમ કાર્ય કરનાર ચારે વિભાગમાં મહેદીમા કાલરીયા નેનશી, વેસ્ટમાથી બેસ્ટમા કૈલા જેનસી અને અધેરા જીનકલ, રાખી વિભાગમા બોડા જાનવી અને ક્વિઝમા ભાગિયા કિંજલે અવ્વલ નંબર મેળવ્યો હતો. જેને શાળાના આચાર્ય અસ્મિતા ગામી અને કોલેજના આચાર્ય અતુલ માકાસણા દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા અને નિરીક્ષકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text