ભેજાબાજ બુટલેગરોએ તળાવમાં સંઘરેલો દારૂ પોલીસે ડૂબકી મારી શોધી કાઢ્યો

- text


તુમ ડાલ… ડાલ… તો હમ પાત… પાત… ઉક્તિ મુજબ પોલીસે બુટલેગરોનો કીમિયો નાકામિયાબ કરી 208 બોટલ દારૂ કબ્જે કરી ત્રણને દબોચ્યા

હળવદ : દારૂના ધંધાર્થીઓ પોલીસની નજરથી બચવા જાત જાતના કિમીયા કરતા હોય છે ત્યારે આવો જ નવતર કીમિયો હળવદ પોલીસે ઝડપી લઈ જુના દેવળીયા ગામના તળાવમાંથી ડૂબકા મારી 208 બોટલ દારૂ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે રૂ.72,900ના મુદ્દામાલ કબજે કરી દારૂનો જથ્થો આપી જનાર વ્યક્તિનું નામ ખોલી કુલ ચાર વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ પી.આઈ પી.એ દેકાવાડીયાએ સર્વેલન્સ સ્કવોડના પોલીસ જવાનોને દારૂ જુગારની બદી ડામવા સૂચના આપતા પોલીસ ટીમના વિક્રમભાઈ શિહોરા,યોગેશ દાન ગઢવી,જયપાલસિંહ ઝાલા, દેવેન્દ્રસિંહ ઝાલા,ચંદુભાઈ ઈંદરિયા,મુમાભાઈ કલોત્રા, બીપીનભાઈ પરમાર સહિતનાઓ દ્વારા ખાનગી રાહે તપાસ કરતા જુના દેવળીયા ગામના ડોકામૈયડી તળાવમાં ગળાડૂબ પાણીમાં દારૂની બોટલો સંતાડવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી મળી હતી. જેથી પોલીસ જવાનો દ્વારા તળાવના પાણીમાં તપાસ કરાતા કુલ 208 બોટલ ઈંગ્લીશ દારૂની મળી આવી હતી.

ભેજાબાજ બુટલેગરના કરતૂત પકડી પાડી પોલીસ દ્વારા આરોપી રાજેશભાઈ કિશોરભાઈ દેગામા રહે મોતીપુરા જુનાદેવળીયા, મહેશભાઈ માવજીભાઈ સોલગામાં રહે જુનાદેવળીયા અને પ્રવીણભાઈ મનજીભાઈ ભીમાણી રહે જુનાદેવળીયા સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી ઝડપાયેલ દારૂ સાથે હળવદ પોલીસ મથકે લઇ આવી પૂછપરછ કરાતા આ દારૂ રાધે રહે. જેતપુર વાળો આપી ગયો હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસ ચારેય વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

- text

હાલ પોલીસ દ્વારા 208 બોટલ દારૂ કિંમત રૂપિયા 62400તથા 3 મોબાઇલ કિંમત રૂપિયા 10500 મળી કુલ રૂ.72,900નો મુદ્દામાલ કબજે લઇ દારૂ આપી જનારા શખ્સને ઝડપી લેવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે

ઉલ્લેખનીય છે કે, પોલીસે દેવળીયાથી દારૂની રેડ કર્યા બાદ ઝડપાયેલા ત્રણેય શખ્સોને હળવદ પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા જોકે જુના પોલીસ મથકે પોલીસ ઝડપાયેલ દારૂનો જથ્થો ઉતારી રહી હતી તે વેળાએ આરોપી બુટલેગર રાજેશ ભાગ્યો હતો. જોકે પોલીસે અડધો કલાકની દોડધામ કર્યા બાદ આખરે આરોપીને શંકરપરા વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text