મોરબી અને રાયગઢ – કોયલી ગામે જુગારધામ ઉપર દરોડા : 15 શખ્સોની ધરપકડ

- text


એલસીબી અને તાલુકા પોલીસે બે અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા : રૂ. 1.78 લાખની રોકડ કરી જપ્ત

મોરબી : મોરબીમાં ટીંબડી પાટિયા પાસે અને રામગઢ-કોયલી ગામે ચાલતા જુગરધામ ઉપર પોલીસે અને એલસીબીએ દરોડો પાડી બન્ને જગ્યાએથી કુલ 15 શખ્સોને પકડી પાડ્યા છે. આ સાથે પોલીસે રૂ. 1.78 લાખની રોકડ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી માળિયા નેશનલ હાઇવે ઉપર ટીંબડી પાટિયા પાસે પાટીદાર ટાઉનશિપ પાસે આવેલા રાધે કોમ્પ્લેક્ષમાં વિશ્વાસ ટ્રેડિંગ નામની ઓફિસમાં જુગાર રમતા આઠ શખ્સોને એલસીબીની ટીમે રોકડ રૂ. 95500 અને મોબાઈલ ફોન 6 તથા કાર બે મળી રૂ. 4,05,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. જેમાં આનંદકુમાર વલ્લભભાઇ ભોરણીયા ઉ.વ. ૨૩ રહે. હાલ મોરબી નવા બસ સ્ટેન્ડ સામે વિશ્વાસ પેલેસપેલા માળે મુળ ગામ જુના દેવળીયા તા.હળવદ, પ્રકાશભાઇ પ્રવિણભાઇ ભોરણીયા ઉ.વ. ૨૬ રહે. હાલ મોરબી શનાળા રોડ નવ બસ્ટેન્ડ સામે વિશ્ર્વાસ પેલેસ છઠ્ઠા માળે મુળ ગામ જુના દેવળીયા તા.હળવદ, જયદિપભાઇ જગદીશભાઇ ભોરણીયા, ઉ.વ. ૨૪ રહે. જુના દેવળીયા તા.હળવદ, સાવનભાઇ કાનજીભાઇ અઘારા ઉ.વ. ૨૨ રહે. જુના દેવળીયા તા.હળવદ, અભીભાઇ ભરતભાઇ કૈલા ઉ.વ. ૨૩ રહે. હાલ મોરબી રવાપર રોડ, ગોકુલ બેકરીની પાછળ કર્તવ્ય એપાર્ટમેન્ટ ચોથા માળે ૪/બી મુળ ગામ દુદું જુના ગામમાં તા. જી. મોરબી, વિવેકભાઇ મનસુખભાઇ સંતોક ઉ.વ. ૨૩ રહે. હાલ મોરબી રવાપર ગામ કીર્ધ એપાર્ટમેન્ટ છઠ્ઠા માળે ૬૦૧ મુળ ગામ જુના ઘાટીલા તા.જી.મોરબી, અક્ષયગીરી પ્રવિણગીરી ગૌસ્વામી ઉ.વ. ૨૫ રહે. હાલ મોરબી વજેપર સાયન્ટીફીક વાડી રોડ, શિવ સોસાયટી, મોહીદીન અબ્બાસભાઇ બ્લોચ ઉ.વ.૩૬ રહે. મોરબી
મકરાણીવાસ રોયલાપીરની દરગાહ પાસે તા.જી.મોરબી વાળાઓને પકડી પાડવામાં આવ્યા છે.

- text

જ્યારે બીજા દરોડામાં મોરબી તાલુકાના રામગઢ-કોયલી ગામે તાલુકા પોલીસે જુગાર રમતા ઇસમો પર રેઇડ કરતા સાત ઇસમોને કુલ રૂ.82900ની રોકડ સાથે પકડી પાડવામાં આવ્યા છે. જેમાં રાજુભાઇ ભુરાભાઇ ભીમાણી ઉ.વ.૪૧, રહે. રામગઢ-કોયલી, તા.જી.મોરબી, ખીમજીભાઇ ભગવાનજીભાઇ રાણીપા ઉ.વ.૪૬, રહે. મોરબી, ચિત્રકુટ સોસાયટી, GIDC પાછળ, તા.જી.મોરબી, કિરીટભાઇ જાદવજીભાઇ ફેફર ઉ.વ.૪૦, રહે. રાજનગર, પંચાસર રોડ, તા.જી.મોરબી, ગોવિંદભાઇ હરજીભાઇ પનારા ઉ.વ.૫૦, રહે. રામગઢ, તા.જી.મોરબી, નિતેશભાઇ રામજીભાઇ કાસુન્દ્રા/પટેલ ઉ.વ.૪૧, રહે. મોરબી, ચિત્રકુટ સોસાયટી, GIDC પાછળ, મોરબી-૦૧, કેતનભાઇ સવજીભાઇ રાણીપા/પટેલ ઉ.વ.૩૭, રહે. મોરબી, અવનિ ચોકડી, ઉમાપાર્ક, મોરબી સહિત પકડી પાડવામાં આવ્યા છે.

- text