મોરબીના વતની આસી. પ્રોફેસરની આંધ્રપ્રદેશની એઇમ્સ હોસ્પિટલમાં નિમણુંક

- text


મોરબી જિલ્લા સમસ્ત મચ્છુ કાંઠા રબારી સમાજ તથા શ્રી વડવાળા યુવા સંગઠને ગૌરવ સાથે શુભેચ્છા પાઠવી

મોરબી : મોરબી જિલ્લા સમસ્ત મચ્છુ કાંઠા રબારી સમાજના ગૌરવ સમાન હાલ જૂનાગઢની મેડિકલ કોલેજમાં સેવા આપતા કમલેશ રબારીની તાજેતરમાં આંધ્રપ્રદેશની પ્રતિષ્ઠીત એઇમ્સ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર (બાયોકેમેસ્ટ્રી) તરીકે નિમણુંક કરવામાં આવી છે. જે બદલ મોરબી જિલ્લા સમસ્ત મચ્છુ કાંઠા રબારી સમાજ તથા શ્રી વડવાળા યુવા સંગઠને ભારે ગૌરવની લાગણી અનુભવીને તેમને શુભેચ્છાઓ પાઠવી છે.

- text

મોરબી જિલ્લાના મૂળ વાંકાનેરના પંચસિયા ગામના વતની કમલેશભાઈ કરશનભાઈ રબારી નાનપણથી ભણવામાં તેજસ્વી હતા.તેમણે અગાઉ ઉચ્ચ અભ્યાસમાં મેડિકલ ક્ષેત્રે ભારે કોઠાર પરિશ્રમ કરીને સમાજમાં મોભાદાર સ્થાન મેળવ્યું છે.જેમાં હાલ તેઓ જૂનાગઢની મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી કોરોના કાળમાં ઉમદા સેવા આપીને સમસ્ત મચ્છુ કાંઠા રબારી સમાજનું ગૌરવ વધાર્યું હતું. ત્યારે તેમની ઉત્કૃષ્ટ સેવાને ધ્યાને લઈને તાજેતરમાં કમલેશભાઈ કરશનભાઈ રબારીની જૂનાગઢ મેડિકલ કોલેજમાંથી આંધ્રપ્રદેશની મંગલાગિરી એઇમ્સ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર (બાયોકેમેસ્ટ્રી) તરીકે પસંદગી પામતા તેઓની નિમણુંક કરવામાં આવી છે. જે બદલ સમસ્ત મચ્છુ કાંઠા રબારી સમાજ તથા શ્રી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક દેવેનભાઈ રબારી સહિત તમામ સમાજના અગ્રણીઓએ હર્ષ સાથે તેઓને ઉતરોતર પ્રગતિ સાથે સમાજ અને દેશનું નામ રોશન કરવાની શુભેચ્છાઓ પાઠવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text