મોરબીની સોમનાથ સોસાયટીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

- text


મોરબી : મોરબીની સોમનાથ સોસાયટીમાં ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા અને અગ્રણી પુર્ણીમાબેન ભાડેસીયાની હાજરીમાં 75માં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી થઈ હતી.

મોરબીની રવાપર રોડ પર આવેલી સોમનાથ સોસાયટીના કોમન પ્લોટમાં યોગ કોચ રૂપલબેન આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા (મોરબી – માળીયા વિધાનસભા) તેમજ અગ્રણી પુર્ણીમાબેન ભાડેસીયા તથા સંગીતાબેન ભીમાણી ઉપસ્થિત રહ્યા હતાં. તથા અતિથી વિશેષ તરીકે નરશીભાઈ અંદરપા અને ભારતીબેન હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં દેશભક્તિના ગીત પર ડાન્સ અને યોગનો સમન્વય કરીને યોગને ઘર-ઘર અને જન-જન સુધી પહોંચાડવાના નવતર પ્રયાસ પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text