તસ્કરોએ મહાદેવજીને પણ ન મૂક્યા : ટંકારાના ખાનપરમાં મંદિરમાં હાથફેરો

- text


શ્રાવણ માસ દરમિયાન જ શિવ મંદિર અને હનુમાનજી મંદિરને તસ્કરોએ નિશાન બનાવતા ગ્રામજનોમાં ભારે રોષ

ટંકારા : ટંકારાના ઘુનડા(ખાનપર) ગામે હાલ પ્રવિત્ર શ્રાવણ માસ દરમિયાન તસ્કરોએ શિવ મંદિર અને હનુમાનજી મંદિરને નિશાન બનાવી દાનપાત્ર, ચાંદીના છતર, સાઉન્ડ સિસ્ટમ સહિતની કિંમતી મુદામાલને ઉઠાવી ફરાર થઈ ગયા હતા. શ્રાવણ માસ દરમિયાન જ આ બન્ને મંદિરને તસ્કરોએ નિશાન બનાવતા ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના ધુનડા (ખાનપર) ગામના ઝાંપે આવેલા શિવ મંદિર અને નવા પ્લોટ ખાતે આવેલા હનુમાનજી મંદિરે ગતરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને તસ્કરોએ શિવજીનું છતર, સાઉન્ડ સિસ્ટમનો સામાન તેમજ હનુમાનજી મંદિરની દાન પેટી, છતર સહિતની અન્ય વસ્તુઓ જેની કિંમત આશરે 50 હજારથી લઈ 90 હજારનો મુદામાલ ઉઠાવી ગયા હતા.

- text

આ ચોરીના બનાવ અંગે આજે સવારમાં નિત્યક્રમ મુજબ પુજા માટે મંદિરે આવેલા પુજારીએ મંદીરમા માલ સમાન વેર વિખેર જોતા તેઓએ આ બનાવની ગમના આગેવાન પ્રવિણભાઈ પટેલને જાણ કરી હતી. આથી તેઓએ ટંકારા પોલીસ મથકે દોડી ધટના અંગે વાકેફ કર્યા હોવાનું જાણવા મળે છે. જો કે શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિરમાં ચોરીની ઘટનાથી ભાવિકોમાં રોષ વ્યાપી ગયો છે અને પોલીસે આ બનાવ અંગે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text