બીલીયા પ્રાથમિક શાળાને એલસીડી ટીવી ભેટ આપતા દાતાઓ

- text


દાતાઓ દ્વારા સ્કૂલને સાત એલ.સી.ડી. ટીવી અર્પણ

કોરોના કાળ દરમ્યાન સેવા આપનાર સેવાકર્મીઓનું પણ સન્માન કરાયું

મોરબી : એક સમય હતો કે લોકો માત્ર મંદિરોમાં જ દાન – ભેટ આપતા પણ હવે લોકોની માન્યતા બદલાઈ છે,લોકો શાળાને વિદ્યા મંદિર માનવા લાગ્યા છે ત્યારે મોરબીની બિલિયા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે, દ્રશ્ય શ્રાવ્ય સાધનો દ્વારા ગમત સાથે જ્ઞાન મેળવી શકે એ માટે શાળાને સાત એલસીડી ટીવી અર્પણ કરવામાં આવ્યા હતા.

બીલીયા પ્રાથમિક શાળાને ફાઈન સ્ક્રીન આર્ટના રેવાબેન મગનભાઈ પેથાપરા હસ્તે કાંતિભાઈ મગનભાઈ પેથાપરા (સરપંચ), ગોવિંદભાઇ મગનભાઈ સાંણદિયા,વાસુદેવભાઈ ભગવાનજીભાઈ ગામી, ચતુરભાઈ હરજીભાઈ કાવર સ્વ.નિકુંજભાઈ ની પુણ્યતિથિ નિમિત્તે હસ્તે રમેશભાઈ રાધવજીભાઈ સાંણદિયા,રોહિતભાઈ નરભેરામભાઈ કાવર વગેરેએ અંદાજીત એક લાખની કિંમતના સાત એલ.સી.ડી. શાળાના દરેક ધોરણના વર્ગમાં શિક્ષકવાઈઝ અર્પણ કરેલ છે આથી સમગ્ર શાળા પરિવાર દ્વારા તમામ દાતાઓને સન્માન પત્રો અર્પણ કરી સન્માનિત કરાયા હતા.

- text

ઉપરાંત ગામમાં કોરોના કાળ દરમ્યાન જેમને દિવસ રાત જોયા વગર દર્દીઓની સેવા સુસુશ્રા કરી હતી એવા કરશનભાઇ સાંણદિયા, કાંતાબેન પેથાપરા આંગણવાડી વર્કર,ગૌવરીબેન ધરમશીભાઇ, મીનાબેન જગોદરા, પેટા આરોગ્ય કેન્દ્ર બિલિયા, દિવ્યેશભાઈ સોઢીયા, પી.એચ.સી.બિલિયા દક્ષાબેન રામાભાઈ કેનવા, ડો.હિરેનભાઈ વાંસદડીયા, વગેરે કોરોના વોરિયર્સનું સન્માન તેમજ તમામ શિક્ષકોનું સન્માન સરપંચ તેમજ ગામના આગેવાનો દ્વારા કર્યું હતું. અને તમામ દાતાઓનું સન્માન શાળાના શિક્ષકો દ્વારા કર્યું હતું. આ પ્રસંગે સમગ્ર શાળા પરિવાર સહિત કિરણભાઈ વી.કાચરોલા આચાર્ય અને મંત્રી શૈક્ષિક મહાસંઘ દ્વારા તમામ દાતાઓનો આભાર પ્રકટ કર્યો હતો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text