મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા NPSના વિરોધમાં વૃક્ષારોપણ

- text


મોરબી : NPS ના બદલે OPS બાબતના વિરોધમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અનોખો વિરોધ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જે અન્વયે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મોરબી જિલ્લા પ્રાથમિક સંઘ દ્વારા એક વૃક્ષ વાવી તેને ‘જૂની પેન્શન યોજના’ નામ આપી તેના ઉછેરના કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી દિનેશભાઈ હુંબલ તથા મોરબી BRC Co. ચિરાગભાઈ આદ્રોજાના હસ્તે મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

- text

આ કાર્યક્રમમાં CRC Co. બાબુલાલ દેલવાડિયા, સુનિલભાઈ બાવરવા, નરસંગભાઈ લાવડિયા, જલ્પેશભાઈ વાઘેલા, ચંદુભાઈ વિડજા, મુકુંદભાઈ ગોંડલિયા, કાંતિલાલ જાદવ, અશોકભાઈ ફેફર, ગૌરવભાઈ ચંદ્રાસલા, સંજય બાપોદરિયા, રમેશભાઈ બુડાસણા, નિલેશભાઈ લવા વગેરે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી દિનેશભાઈ હુંબલ દ્વારા NPS ના વિરોધમાં વધુમાં વધુ વૃક્ષો વાવી આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જિલ્લાના શિક્ષકોને હાકલ કરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text