દીકરીનો કરિયાવર કરી માનવતા મહેકાવતું હળવદ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ

- text


પરપ્રાંતીય શ્રમિક પરિવારમાં ખુશીની લાગણી છલકાઈ

હળવદ : હળવદમાં ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા વધુ એક સેવાકીય પ્રવૃત્તિ કરી સૌ લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે એક પરપ્રાંતીય જરૂરિયાતમંદ પરિવારની દીકરીને લગ્નનો તમામ કરિયાવર કરી આપી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

દરેક માતા-પિતાનું એક સપનું હોય છે કે પોતાની વ્હાલી દિકરીના ધામધૂમથી લગ્ન કરી જરૂરી કરિયાવર આપી હસતા મોઢે વિદાય આપવી પરંતુ ઘણા એવા માવતર હોય છે કે તેમનું આ સપનું માત્ર સપનું જ બની રહેતું હોય છે. ત્યારે આવી જ એક ઘટના હળવદમાં પ્રકાશમાં આવી છે. અન્ય રાજ્યમાંથી હળવદમાં મજૂરીકામ કરતા પરિવારની દીકરીના નજીકના સમયમાં જ લગ્ન હોય પરંતુ પરિવાર આર્થિક સક્ષમ ન હોવાને કારણે મુશ્કેલીમાં હોય જેની જાણ હળવદમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપના ધ્યાને આવતા તેઓ દ્વારા આ દીકરીને દાનેશ્વરી દાતાઓના સહયોગથી માત્ર એક દિવસમાં જ લગ્નનો મનગમતો કરિયાવર લઈ આપ્યો છે.

- text

આ પ્રોજેક્ટને સફળ બનાવવા ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપના તમામ સભ્યોએ દાનેશ્વરી દાતાઓનો આભાર વ્યક્ત કર્યો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text