હળવદ તાલુકામાં મેઘરાજાનું દે ધનાધન : ગ્રામ્ય પંથક જળબંબોળ

- text


રણછોડગઢ ગામમા ઘરોમાં પાણી ઘુસ્યા : ચરાડવા રાજબાઈ માતાના મંદિરમાં પણ પાણી ઘુસ્યા

હળવદ : હળવદ તાલુકામાં આજે સાંજના સમય બાદ મમેઘરાજાએ દે ધનાધન તોફાની ઇનિંગ શરૂ કરતા ગ્રામ્ય વિસ્તારો જળબંબોળ બન્યા હોવાના સમાચારો સાંપડી રહ્યા છે. ભારે વરસાદને કારણે રણછોડગઢ ગામમાં ઘરોમાં પાણી ઘુસ્યા છે તો ચરાડવા ગામે રાજબાઈ માતાના મંદિર પરિસરમાં પાણી ઘુસી ગયા છે.

મોરબી જિલ્લાના સવારથી મેઘસવારી શરૂ થઈ છે. જો કે, હળવદ તાલુકામાં બપોર બાદ મેઘરાજાએ દે ધનાધન વરસાદ વરસાવતા સરંભડા, સુંદરી ભવાની, માથક, રાયધ્રા, ચિત્રોડી, ભલગામડા, ડુંગરપુર, ચરાડવા કડીયાણા, રણછોડગઢ, સરંભડા પાંડાતીરથ, શિવપુર સહિતના ગામોમાં ભરપૂર વરસાદ વરસ્યો છે.

જો કે હળવદ તાલુકાના રાયધ્રા અને રણછોડગઢ ગામમાં વધુ વરસાદ પડયો હોવાનું જાણવા મળી રહ્યું છે અને રણછોડગઢમાં તો કેટલા મકાનોમાં પાણી ભરાઇ ગયા છે. જ્યારે ચરાડવા ગામે પણ રાજબાઈ માતાના મંદિરે પાણી ભરાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text