સદગતના સ્મરણાર્થે પરિવારજનોએ શાળામાં પાણીનું પરબ બંધાવ્યુ

- text


મોરબી : કપોરીવાડી પ્રાથમિક શાળામાં સદગતની યાદમાં પરિવારજનો દ્વારા ઠંડા પાણીનું પરબ બંધાવી આપવામાં આવ્યું હતું. આ પરબનું આજ રોજ તા. 24ના ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ઉદઘાટન કરવામાં આવ્યું છે.

મોરબીમાં વાવડી ચોકડી પાસે આવેલ ઘુચરવાડીના રહેવાસી સ્વ. ભીમજીભાઇ પરબતભાઈ ડાભીના સ્મરણાર્થે સદગતના માતા ગંગા સ્વરૂપ કસ્તુરબેન પરબતભાઈ ડાભી તેમજ તેમના મોટા ભાઇ રમેશભાઇ પરબતભાઈ ડાભી તથા તેમના પરિવાર તરફથી અંદાજિત દોઢ લાખ રૂપિયાના ખર્ચે કપોરીવાડી પ્રાથમિક શાળા ખાતે ઠંડા પાણીનું પરબ બનાવી આપવામાં આવેલ છે. જે માટે 300 લિટરનું વોટર કુલર તેમજ 700 લીટરની ક્ષમતા ધરાવતું ઠંડા પાણીનું પરબ બંધાવી આપવામાં આવેલ છે. શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1થી 8ના 400થી વધુ વિદ્યાર્થીઓને ઠંડા પાણીનો લાભ મળશે. આ કાર્ય માટે સ્વ. ભીમજીભાઇના કાકા ભરતભાઈ ડાભી એ ખાસ જહેમત ઉઠાવેલ છે. આ તકે શાળા પરિવાર વતી આચાર્ય સુનિલભાઈ જોષી તથા શાળા સ્ટાફ દ્વારા સદગતના પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.

- text

 


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text