શાંતિ ફિઝિયોથેરાપી ક્લિનિક દ્વારા બુધવારે રીક્ષાચાલકો માટે નિઃશુલ્ક કેમ્પ

- text


રિક્ષાચાલકોને ડ્રાઇવિંગ માટેની સાનુકૂળ ટિપ્સ પણ આપવામાં આવશે

મોરબી : સતત રિક્ષામાં ડ્રાઇવિંગ સીટ ઉપર બેસતા રીક્ષા ડ્રાઇવરોને આગળ જતા ગરદન, કમર, ખભા અને ગોઠણનો કાયમી દુ:ખાવો થતા હોવાના અનેક કિસ્સાઓ નજર સમક્ષ આવતા મોરબીના શાંતિ ફિઝિયોથેરાપી ક્લિનિંક દ્વારા ક્લિનિકના 20માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે સેવા ભાવના સાથે રિક્ષાચાલકો માટે વિશેષ કેમ્પનું આયોજન કરી ડ્રાઇવિંગ કરવાની સુટેવો કેળવવા ખાસ સચિત્ર માધ્યમનો ઉપયોગ કરી ખાસ બ્રોશર પણ આપવામાં આવનાર છે.

મોરબીની શાંતિ ફિઝિયોથેરાપી ક્લિનિકના ડો.ભાવેશ ઠોરીયા દ્વારા કિલીનીકના 20.માં વર્ષે મંગલ પ્રવેશ નિમિતે આગામી 28 જુલાઈને બુધવારે સવારે 8-30 થી બપોરના 12-30 દરમિયાન મોરબીના શનાળા રોડ, રામ ચોક, કે. કે. સ્ટીલવાળી શેરી, 16 સાવસર પ્લોટમાં આવેલ શાંતિ ફિઝિયોથેરાપી ક્લિનિક દ્વારા રીક્ષાચાલકો માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

ડો. ભાવેશ ઠોરિયાએ વિશેષમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે રીક્ષાચાલકો આખો દીવસ રિક્ષાની ડ્રાઇવિંગ સીટમાં બેસીને ધંધો કરતા હોય. આ રીક્ષાચાલકોને સતત બેસી રહેવાથી ડોક, કમર, ખભા અને ગોઠણના ભાગે દુખાવાની તકલીફ થતી હોય છે. આ તમામ તકલીફ દૂર કરવા માટે યોજાનાર મેડિકલ કેમ્પમાં રીક્ષાચાલકોનું સચોટ નિદાન તેમજ સારવાર પણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે. સાથેસાથે ભવિષ્યમાં આવી તકલીફો ઉભી થાય તો તેને નિવારવા માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. જેથી આ મેડિકલ કેમ્પનો લાભ લેવા શાંતિ ફિઝિયોથેરાપી ક્લિનિકના ડો. ભાવેશ ઠોરિયાએ રીક્ષાચાલકોને અનુરોધ કર્યો છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text