વિઝન મોરબી 2025 : મોરબી અપડેટ દ્વારા “થીંક મોરબી” કોન્કલેવનું આયોજન

- text


31 જુલાઈથી ચાર દિવસ સુધી દરરોજ વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત અને અગ્રણીઓ સાથે થશે વિચાર મંથન

સમગ્ર કોન્કલેવનું મોરબી અપડેટના ફેસબુક પેઈજ અને યૂટ્યૂબ ચેનલ પર થશે લાઈવ પ્રસારણ

મોરબી : વિકાસની હરણફાળ ભરી ભારત જ નહીં બલ્કે સમગ્ર વિશ્વમાં સિરામિક ક્લસ્ટર તરીકે ઉભરી આવેલા મોરબી શહેર અને જિલ્લા સામે વિકાસની સાથે અનેક પડકારો પણ ઉભા છે ત્યારે વર્ષ 2025માં મોરબી કેવું હશે? કેવું હોવું જોઈએ તે અંગે દીર્ઘદ્રષ્ટિ રાખી પડકારોને પહોંચી વળવાના ઉમદા આશય સાથે મોરબીના પોતીકા મીડિયા હાઉસ મોરબી અપડેટ દ્વારા વિચાર મંથન કરવા “થીંક મોરબી” અંતર્ગત કોન્કલેવ-2021નું આયોજન કરવા આવ્યું છે. 31 જુલાઈથી શરૂ થનાર આ વિચાર મંથન તા.3 ઓગષ્ટ સુધી ચાલશે. જેમાં વિવિધક્ષેત્રના અગ્રણીઓ, તજજ્ઞો અને સરકારના પ્રતિનિધિઓ, પદાધિકારીઓ પ્રત્યક્ષ તેમજ વર્ચ્યુઅલી જોડાશે.

મોરબી જિલ્લો સીરામીક, ઘડિયાળ, નળિયાં, ઇલેક્ટ્રોનિક સહિતના ઉદ્યોગોના કારણે દિન – પ્રતિદિન વિકસી રહ્યો છે, વિસ્તરી રહ્યો છે અને ગ્લોબલ બની રહ્યો છે. ત્યારે મોરબીના દરેક ક્ષેત્રોમાં રહેલી સંભાવનાઓ, પડકારો અને વિકાસ બાબતે વિચાર મંથન, મનોમંથન, ચિંતન કરવું જરૂરી છે. ત્યારે શાંતિકુંજ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ સંચાલિત મોરબી જિલ્લાના સૌથી વિશાળ ડીઝીટલ ન્યુઝ નેટવર્ક મોરબી અપડેટ દ્વારા “Morbi Update Conclave – 2021” થકી “Think Morbi” હેઠળ મોરબીના દરેક ક્ષેત્રના અગ્રણીઓ, બૌદ્ધિકો, ચિંતકો, સરકારના પ્રતિનિધિઓ, તજજ્ઞો લોકોને એક મંચ પર લાવી દરેક ક્ષેત્રના વિકાસ, સંભાવના અને પડકારો અંગે વિચાર મંથનના પ્રથમ પ્રયાસના ભાગરૂપે અને મોરબીને વધુ સારું બનાવવના હેતુ સાથે આ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.મોરબીના આંગણે પ્રથમ વખત કહી શકાય તેવો કોન્કલેવ યોજવા જઈ રહ્યો છે. જેમાં તા. 31જુલાઈથી 3 ઓગષ્ટ દરમિયાન સાંજે 6:30થી 9:00 વાગ્યા સુધી મોરબીના સ્કાય મોલ ખાતે મોરબીના આમંત્રિત સ્થાનિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, અધિકારીઓ, પદાધિકારીઓ ઉપરાંત રાજ્ય સરકારના પ્રતિનિધિઓ પણ પ્રત્યક્ષ અને વર્ચ્યુઅલી જોડાશે અને એક સકારાત્મક અભિગમ સાથે મોરબીના વિકાસને કેન્દ્રમાં રાખી તમામ ક્ષેત્રના વિકાસ અને પડકારો અંગે ચર્ચા વિચારણા કરી એક રૂપરેખા ઘડવા ઉમદા પ્રયાસ કરવામાં આવશે.

- text

થીંક મોરબી કોન્કલેવમાં વિઝન 2025 અંતર્ગત મોરબીનું ડેવલોપમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિષયે ચર્ચા કરાશે. તેમજ મોરબીના ઉદ્યોગો સિરામિક, ઘડિયાળ વગેરેની સમસ્યાઓ, સમાધાન અને સંભવાનાઓ પણ વિગતે ચર્ચવામાં આવશે.

આ ઉપરાંત, કોન્કલેવમાં મોરબીની સરકારી શાળાઓનું શિક્ષણ, ખાનગી શાળાનું શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રના સંભવિત વિકાસ (એજ્યુકેશન, આરોગ્ય), સામાજિક સમસ્યાઓ, મહિલા જાગૃતિ, મહિલા વિકાસ, મહિલા ઉત્કર્ષ અને મહિલા સુરક્ષા, મોરબીની ટ્રાફિક સમસ્યા, સ્વચ્છતા, કાયદો વ્યવસ્થા, પ્રદુષણ, પડકારો અને સમાધાન, મોરબીના રસ્તાઓ, ટાઉન પ્લાનિંગની સમસ્યાઓ અને સમાધાન, સંભાવનાઓ અંગે પણ ચર્ચા વિચારણા કરી જે તે વિષયના તજજ્ઞો પાસેથી સમાધાન શોધવાના પ્રયાસો કરવામાં આવશે.

નોંધનીય છે કે, સતત ચાર દિવસ ચાલનાર થીંક મોરબી કોન્કલેવ 2021 કાર્યક્રમનું મોરબી અપડેટના ફેસબુક પેઈજ અને યૂટ્યૂબ ચેનલના માધ્યમથી લાઈવ પ્રસારણ કરાશે.

મોરબીના સામુહિક હિત અને વિકાસને કેન્દ્રમાં રાખી પ્રથમ વખત યોજાઈ રહેલા મોરબી અપડેટ કોન્કલેવ 2021ના આયોજનમાં મોરબીની અગ્રણી કંપની ઓરેવા અને વરમોરા ગ્રુપ દ્વારા જરૂરી સહયોગ આપવામાં આવી રહ્યો છે. તેમજ કોન્કલેવના વેન્યુ પાર્ટનર તરીકે સ્કાય મોલ દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?

● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text