વાંકાનેર હાઇવે ફરી રક્તરંજીત : બેકાબુ ટ્રક ચાલક બે ફોર વ્હીલ, સાઈકલને ઝપટે લઈ ફરાર

- text


વાંકાનેર સીટી જકાતનાકા નજીક આઠ રસ્તા કુખ્યાત અકસ્માત ઝોન બન્યો

લારી ગલ્લા અને ઇકો – રીક્ષાના ગેરકાયદે પોઇન્ટને કારણે અકસ્માતની કાયમી હારમાળા

વાંકાનેર : ગત અઠવાડિયે વાંકાનેર હાઇવે ઉપર એક સાથે ચાર ચાર વાહનોને હડફેટે લઈ ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થયાની ઘટના હજુ તાજી છે ત્યાં આજે વાંકાનેર જકાતનાકા આઠ રસ્તે ફરી આવો જ અકસ્માત સર્જાયો છે જેમાં ટ્રક ચાલકે બે ફોર વ્હીલને ઝપટે લેવાની સાથે સાયકલ સવાર ગેસના ડિલેવરીમેનને હડફેટે લેતા વૃદ્ધને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયા છે. દર વખતની જેમ આજે પણ અકસ્માત સર્જી ટ્રક રેઢો મૂકી ટ્રકચાલક ફરાર થઈ ગયો છે.

આજે બપોરના સુમારે વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જકાતનાકા નજીક આઠ રસ્તે બેકાબુ બનેલા ટ્રકે એક ઇકો કાર, એક ફોર વ્હીલ ઉપરાંત ગેસના બાટલાના ડિલેવરીમેન તેમજ એક રાહદારીને હડફેટે લઈ ઉડાવ્યા હતા. આ અકસ્માતમાં ગેસના બાટલાના ડિલેવરીમેન ઉમરભાઈ હસનભાઈ કુરેશી ઉ.64ને બન્ને પગમાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા છે. ઉપરાંત અન્ય એક યુવાનને પણ ઇજા પહોંચ્યાંનું જાણવા મળ્યું છે.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ જીજે3-બીટી-8499 નંબરનો ટ્રક ચાલક અકસ્માત સર્જ્યા બાદ ટ્રક લઈને નાસી છૂટ્યો હતો અને અકસ્માત સ્થળથી દૂર ટ્રક રેઢો મૂકી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ગેસના ડિલેવરીમેનની સાયકલનો બુકડો બોલી ગયો હોવાનું જાણવા મળે છે.

- text

ઉલ્લેખનીય છે કે, છાસવારે સર્જાતા આવા ગંભીર અકસ્માત પાછળ પોલીસની ઢીલી નીતિ જવાબદાર હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે કારણ કે અહીં હાઇવે ઉપર એક તરફ ચા – પાનના લારી ગલ્લા ઉપરાંત ચોટીલા પાટે ચાલતા ઇકો ચાલકો કાયમી અડીંગો જમાવે છે. એ ઉપરાંત લોકલ રીક્ષા ચાલકો પણ અહીં જ પડ્યા પાથર્યા રહેતા હોવાથી હાઇવે ઉપરથી પસાર થતા વાહનો અકસ્માત નોતરી રહ્યા છે. જેથી સત્વરે સ્થાનિક પોલીસ આ ગેરકાયદે અડ્ડો બંધ કરાવે તો જ અકસ્માતોની હારમાળા અટકે તેમ હોવાનું લોકો જણાવી રહ્યા છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text