મોરબી જિલ્લામાં ફરી ઓછા ડોઝની રામાયણ વચ્ચે 4,962 લોકોનું વેકસીનેશન

- text


ગઈકાલે હાઈએસ્ટ રસીકરણ બાદ આજે વેકસીનેશન ઘટ્યું

મોરબી : મોરબી જિલ્લામાં ગઇકાલે અત્યાર સુધીમાં સૌથી વધુ એટલે દસ હાજરથી વધુ લોકોનું હાઈએસ્ટ રસીકરણ થયું હતું. પણ ફરી ડોઝ ઓછાની રામાયણ સર્જાતા આજે વેકસીનેશન ઘટ્યું હતું અને મોરબી જિલ્લામાં આજે 35 સ્થળોએ 4962 લોકોનું વેકસીનેશન થઈ શક્યું હતું.

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વેકસીનની અછતનું ગ્રહણ મંડરાયેલું છે. જેમાં ખૂબ જ ઓછા ડોઝ ફાળવાતા હોવાથી વેકસીનેશનનો વ્યાપ વધતો જ ન હતો. જેમાં વેકસીનના ડોઝ ઓછા આવતા હોવાને કારણે સ્થળો પણ માત્ર 35 જ કરી દેવામાં આવ્યા છે. હમણાં ઘણા સમયથી 35 સ્થળોએ વેકસીનેશન થાય છે. એમાં પણ ડોઝ ઓછા ને લોકોની ભીડ વધુ હીવનો દરરોજ રામાયણ રહેતી અને અનેક લોકોને ધરમનો ધક્કો થતો હતો.

- text

દરમિયાન ગઈકાલે લાંબા સમયની વેકસીનની અછતનો પ્રશ્ન હલ થયો હોય એવું ચિત્ર સામે આવ્યું હતું અને ગઈકાલે અત્યાર સુધીમાં સૌથી વધુ હાઈએસ્ટ 10,192 લોકોનું વેકસીનેશન થયું હતું. પણ આ એક દિવસ પૂરતી જ રાહત થઈ હતી. આજે ફરી એજ પરિસ્થિતિ સામે આવી હતી. જેમાં આજે મોરબી જિલ્લાના 35 સ્થળોએ આરોગ્ય તંત્ર દ્વારા રસીકરણની.પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 45 પલ્સમાં 1817 અને 18 પલ્સમાં 3075 તેમજ ખાનગીમાં 70 મળીને કુલ 4962 લોકોનું જ રસીકરણ થઈ શક્યું હતું.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text