રાજયમાં આગામી રવિવારે 1800 જેટલા કેન્દ્રો પર મહાવેક્સિનેશન અભિયાન

- text


વેપારીઓ, સેવાકીય સંસ્થાઓને સુરક્ષિત કરવા સરકારનું ખાસ આયોજન

મોરબી : રાજયમાં નાના-મોટા વેપારી વર્ગો સેવાકીય સંસ્થાના કર્મચારીઓને આ રસીકરણ છત્રમાં આવરી લઈ આરોગ્ય સુરક્ષા કવચ આપવા આગામી તા.૨૫ જુલાઈ, ૨૦૨૧ ને રવિવારના રોજ રાજયભરમાં ૧૮૦૦ જેટલા કેન્દ્રો પર ખાસ વેકિસનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે.

કોરોના સંક્રમણ સ્થિતિની સમીક્ષા અંગે નિયમિત મળતી કોર કમિટીની બેઠકમાં આ વેક્સીનેશન કેમ્પના આયોજનને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના માર્ગદર્શનમાં આખરી ઓપ આપવામા આવ્યો છે. જે અન્વયે રાજયમાં વેપારી-હોટલ-સેવાકિય ક્ષેત્રના કર્મચારીઓને ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર તા. ૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સીન લઇ લેવાની જરૂરીયાતને ધ્યાને લઇને વેપારી વર્ગ અને સેવાકિય વર્ગના કર્મચારીઓને તા. ૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં રસીકરણ થઇ જાય તે હેતુસર તા. ૨૫ ને રવિવારના રોજ સ્પેશ્યલ વેક્સીનેશન કેમ્પનું ૧૮૦૦ સેન્ટર ઉપર આયોજન કરવામાં આવ્યું છે.

- text

રવિવાર તા.25 જૂલાઈએ યોજાનારા આ વેક્સીનેશન કેમ્પનો મહત્તમ લાભ નાના-મોટા વેપારી વર્ગો, સેવાકીય વર્ગના કર્મચારીઓ લે તેવો સરકાર દ્વારા અનુરોધ પણ કરવામાં આવ્યો છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text