મોરબીમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો

- text


સીટી એ-ડિવિઝન પોલીસે કામધેનુ પાર્ટી પ્લોટ નજીકથી બે શખ્સોને ઝડપી લીધા

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે કામધેનુ પાર્ટી પ્લોટ નજીકથી ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સટેબલ ચકુભાઇ દેવશીભાઇ કરોતરા તથા સમરતસિંહ જામભા ઝાલાને મળેલ બાતમીને આધારે મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટીપ્લોટ સામેથી આરોપી હરદીપસિંહ અશ્વિનસિંહ જાડેજા (ઉ.વ.૨૩, રહે. મોરબી, વાવડી રોડ, મીલનપાર્ક, શેરી નંબર ૨, બ્લોક નંબર-૧, મુળગામ-માણેકવાડા, તા.જી.મોરબી) તથા સંદીપ ચંદ્રકાંત કારીયા (ઉ.વ.૨૪, ધંધો-કુટની લારી, રહે. મોરબી, માર્કેટીંગ યાર્ડ કેન્ટીનના મકાનમા, મુળ રહે. વેરાવળ, પંચવટી સોસાયટી, આરતી એપાર્ટમેન્ટ) પોતાના કબ્જા ભોગવટાવાળા એકસેસ મોટર સાયકલ નંબર GJ-36-0-6079 કિં.રૂ. ૨૦,૦૦૦ વાળામાં બેસી ગેરકાયદેસર કેફી પદાર્થ ગાંજો ૪૬૦ ગ્રામ વજન કિંમત રૂપીયા ૪,૬૦૦ નો રાખી હેરાફેરી કરતા મુદામાલ કુલ કી.રૂ.૨૪,૬૦૦ ના મુદામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બંન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવેલ છે.

- text

આ સફળ કામગીરી પી.આઇ. બી.પી.સોનારા, પો.હેડ.કોન્સ રામભાઇ મંઢ, મહાવીરસિંહ પરમાર, કિશોરભાઇ મિયાત્રા, પો.કોન્સ. ભાનુભાઇ બાલાસરા તથા ચકુભાઇ કરોતરા, સમરતસિંહ ઝાલા, ભાવેશભાઇ મિયાત્રા, સંજયભાઇ બાલાસરા, આશીફભાઇ રાઉમાં, ભરતભાઇ હુંબલ, મહેન્દ્રસિંહ ઝાલા તથા જનકભાઇ મારવાણીયા સહિતના સ્ટાફે કરી હતી.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text