ઝેરી દવા પી લેનાર પરિણીતાનું સારવાર દરમિયાન મોત

- text


ટંકારાના છતર ગામે વાડી વિસ્તારમાં બનેલી ઘટના અંગે તપાસ હાથ ધરી

ટંકારા : ટંકારાના છતર ગામે વાડી વિસ્તારમાં રહેતી પરિણીતાએ ગઈકાલે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેણીને તાકીદે વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાઇ હતી. જ્યાં પરિણીતાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હાલ ટંકારા તાલુકાના છત્તર ગામની સીમમાં આવેલ નાગજીભાઇ રત્નાભાઇની વાડીમા રહીને ખેતમજૂરી કરતી સુનિતાબેન સુરપાલભાઇ ડોડલે (ઉ.વ.-૩૦) નામની પરિણીતાએ ગઈકાલે તા.૧૯ ના રોજ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આથી તેણીને તાત્કાલિક ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવી હતી. જ્યાં તેણીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની વધુ વિગતો મુજબ મૃતકનો ૧૩ વર્ષનો લગ્નગાળો છે. આથી પરિણીતાએ ક્યાં કારણોસર વખ ઘોળીને જીવનનો અંત આણ્યો તે જાણવા ટંકારા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ ટંકારા પોલીસ મથકના એ.એસ.આઇ એમ.કે.બ્લોચ ચલાવી રહ્યા છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text