સામાકાંઠે એપાર્ટમેન્ટના ત્રીજા માળે આગ, એકને સામાન્ય ઇજા

- text


આગની ઘટનાને પગલે આજુબાજુના ફ્લેટ ધારકોમાં ફફડાટ : ફાયર એનઓસી વગરની બિલ્ડીંગો બૉમ્બ સમાન

ખાટલે મોટી ખોટ : ચોથા માળે આગ લાગે તો નગરપાલિકા પાસે આગ બુઝાવવાના સાધન જ નથી

મોરબી : મોરબીના સામાંકાંઠે આવેલ એક એપાર્ટમેન્ટના ત્રીજા માળે આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જો કે આ ફેલટ ખાલી હોય આગની જાનહાની ન થયાના અહેવાલ મળ્યા છે.પણ આગથી એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે. જો કે આ વિસ્તારમાં બિલ્ડીંગો એકદમ નજીક અડોઅડ આવેલી હોવાથી આગની ઘટનાથી થોડીવાર ભાગદોડ મચી ગઇ હતી. મોરબી માટે ગંભીર બાબત તો એ છે કે અહીં દશથી બાર માળના હાઇરાઈઝ બિલ્ડીંગ બની ગયા છે પણ ફાયર બ્રિગેડ વિભાગ પાસે ચોથા માળે આગ લાગે તો પણ એ આગ બુઝાવવાના સાધન નથી ત્યારે આજની ઘટનાથી પાલિકા બોધપાઠ મેળવે તે મોરબીની પ્રજાના હિતમાં છે.

આગની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાંકાંઠે ત્રાજપર તરફ જવાના માર્ગે એસ્સાર પેટ્રોલ પંપની સામે આવેલ ઓમ રેસિડનસી એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફ્લેટ નંબર 301માં આજે અચાનક કોઈ કારણોસર આગ ભકડી ઉઠી હતી. જો કે આગ લાગી ત્યારે ફ્લેટમાં રહેતા મૂળ આંધ્રપ્રદેશના યોગેશ મુનિરતનમ બનાવ સમયે હાજર ન હતા. આ બનાવની જાણ થતાં 108, પોલીસ અને ફાયર બ્રિગ્રેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી. જેમાં આ ફ્લેટમાં કોઈ રહેતું ન હોવાથી જાનહાની થઈ નથી. જ્યારે એક વ્યક્તિને સામાન્ય ઇજા થતાં 108 એમ્બ્યુલન્સમાં સ્થળ ઉપર સારવાર આપવામાં આવી હતી. બંધ ફેલટ હોવાને કારણે મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી છે.

ઉલ્લેખનીય છે કે, એપાર્ટમેન્ટની આસપાસ બીજા અનેક એપાર્ટમેન્ટો એકબીજાની અડોઅડ આવેલા છે.આથી આજુબાજુના એપાર્ટમેન્ટોમાં આગ ફેલવાની દહેશતને પગલે થોડીવાર દોડધામ મચી ગઇ હતી અને આજુબાજુના ફેલટ ધારકો નીચે ઉયરી ગયા હતા. જો કે ફાયર બ્રિગ્રેડની ટીમે આગને કાબુમાં લઈ લીધી હતી પણ એ ફ્લેટમાં અંદર થોડા આગના લબકરા મારતા હોય હજુ આગને કાબુમાં લેવાના પ્રયાસો જારી છે. આગ લાગવા પાછળનું પ્રાથમિક કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થયાનું બહાર આવ્યું છે. કારણ કે આજે સવારે આ વિસ્તારમાં વોલ્ટેજ હાઈ લો થયા હતા.

મોરબી માટે આજની આગની ઘટના લાલબત્તી સમાન છે કારણ કે, ત્રીજા માળે તો આગને બુઝાવી શકવામાં ફાયર બ્રિગ્રેડને સફળતા મળી હતી. પરંતુ જો આગ ચોથા માળે લાગી હોત તો ફાયર બ્રિગ્રેડ આગને કાબુમાં લેવામાં અસમર્થ રહેત કારણ કે, ફાયર બ્રિગ્રેડ પાસે ચોથા માળે આગ લાગે તો તેને બુઝાવવાના સાધનો જ ન હોવાનું બહાર આવ્યું છે.

એથી પણ ચોકવનારી બાબત એ છે કે મોરબીમાં હાલ મંજૂરીથી અને મંજૂરી વગર જીડીસીઆરના નિયમોનો ઉલાળીયો કરી ગીચ વિસ્તારમાં અડોઅડ અને આડેધડ 10 થી 12 માળ ઉંચા હાઇરાઈઝ બિલ્ડીંગો ખડકાઈ રહ્યા છે. જે પૈકી મોટાભાગના બિલ્ડીંગઓમાં ફાયર એનઓસી પણ નથી અને ફાયર તંત્ર પાસે આવા બિલ્ડિંગમાં આગ લાગે તો આગ બુઝાવવાના સાધનો પણ નથી. ત્યારે જીવતા બૉમ્બ સમાન આવા બિલ્ડીંગોની ફાયર સેફટી બાબતે તંત્રએ પ્રજા હિતમાં ગંભીર બનવું જ પડશે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text