ધો. 10માં પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને ધો. 11માં એડમિશન મળે તેવી વ્યવસ્થા કરવા માંગ

- text


માળીયા મીયાણા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા શિક્ષણમંત્રીને રજુઆત

માળીયા (મી.) : ધોરણ-10માં માસ પ્રમોશન દ્વારા પાસ થયેલા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને ધોરણ-11માં એડમીશનની વ્યવસ્થા કરવા અંગે માળીયા મીયાણા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઈકબાલભાઈ જેડા દ્વારા રાજ્યના શિક્ષણમંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે.

કોરોના જેવી મહામારીના પગલે ગુજરાત સરકાર દ્વારા સરાહનીય કદમ ઉઠાવીને ધોરણ-10માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી ધોરણ-11માં મોકલી આપેલ છે. પરંતુ હાલના સંજોગોમાં ગુજરાતના આવા માસ પ્રમોશન મેળવેલ વિદ્યાર્થીઓને ધોરણ-૧૧માં એડમીશન મેળવવામાં તકલીફ ભોગવવી પડી રહી છે. ત્યારે આવા વિદ્યાર્થીઓનું કિંમતી એક વર્ષ ન બગડે અને ઉજ્વળ ભવિષ્ય સાથે કોઈ ચેડા ન થાય તેવા હેતુસર નિતિ વિષયક નિર્ણય લઈ તમામ વિદ્યાર્થીઓને એડમીશન મળી રહે તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે.

- text

વિશેષમાં, માળીયા-મીંયાણા શહેર અને તાલુકાના આજુબાજુના ગામોના સામાજીક, આર્થીક અને શૈક્ષણીક રીતે પછાત એવા વિદ્યાર્થીઓને સ્થાનીક સરકારી ગ્રાન્ટેડ જોષી પ્રાઈવેટ હાઈસ્કુલમાં યુધ્ધના ધોરણે ધોરણ-11 ચાલુ કરાવીને ધોરણ-10માં પાસ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ-11માં અભ્યાસ કરી શકે તે માટે એડમીશન મળી રહે તેવો પ્રબંધ કરવા અપીલ કરવામાં આવી છે.


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text