વનાળીયા ગ્રામ પંચાયત દ્વારા ભારે વરસાદ અન્વયે તકેદારી અંગેની સૂચનાઓ જારી કરાઈ

- text


મોરબી : હાલ વરસાદની સીઝન ચાલતી હોવાથી વનાળીયા ગામના કોઈપણ વ્યક્તિએ મચ્છુ નદીના પટમાં જવું નહિ અને તેમ છતાં જો કોઈ વ્યક્તિ નદીના પટમાં જશે તો તેને થતા જાન-માલની નુકશાનીની જવાબદારી જે-તે વ્યક્તિની જ રહેશે. જેની દરેક ગ્રામજનોએ ગંભીરતાથી નોંધ લેવા જાહેર નોટિસમાં જણાવાયું છે.

હાલ ચોમાસાની સીઝન ચાલે છે અને અવાર-નવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી હોય છે અને ચોમાસાની સીઝન ચાલતી હોય ગમે ત્યારે બહોળા પ્રમાણમાં વરસાદ પણ પડવાની શકયતાઓ રહેલી હોય છે.

વનાળીયા ગામની બાજુમાં મચ્છુ નદી આવેલ છે. મચ્છુ-3 ડેમનાં સતાધીશો દ્વારા અવાર-નવાર નદીમાં પાણી છોડવામાં આવતું હોય છે. જેથી, ગ્રામજનોએ નદીના પટ વિસ્તારમાં જવું નહિ તેમજ ગામના ખેડૂત લોકો દ્વારા અન્ય વિસ્તારોમાંથી ખેતીના કામકાજ માટે બહોળી સંખ્યામાં ખેતીના કામ માટે મજુરો લાવવામાં આવતા હોય છે.

- text

આ તમામ ખેડૂતોને તાકીદ કરવામાં આવે છે કે જ્યારે ભારે કે અતિભારે વરસાદ આવે અથવા તે મજુરોની સલામતીનો પ્રશ્ન ઉપસ્થીત થાય ત્યારે તમામ મજુરોને સલામત સ્થળોએ ખસેડવાની જવાબદારી જે-તે ખેડૂતોની રહેશે અને આમ છતાં મજુરોને કોઈ જાન-માલની નુકશાની થશે તો તેની જવાબદારી જે-તે ખેડૂતોની રહેશે. અને જે–તે ખેડૂત ખાતેદારોએ પોતાના ખેતમજુરોને સલામત સ્થળે ખસેડી લેવા તથા પોતાના મજુરોને ખાવા -પીવા તથા દવાઓની વ્યવસ્થા કરવાની જવાબદારી જે-તે-ખેડૂતોની છે. આમ કરવામાં નિષ્ફળ જશે તો જે-તે ખેડૂતો પર કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે. તેમ તલાટી કમ મંત્રી એ. કે. આહીરની યાદીમાં જણાવાયું છે.


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text