મોરબી : ચોરી અને છળકપટથી મેળવેલા 17 મોબાઈલ સાથે બેલડી ઝડપાઇ

- text


બન્ને શખ્સોએ લાલપર તથા લગધીરપુર વિસ્તારમાં આવેલ કારખાનાના મજુરોની ઓરડીઓમાંથી કળા કરી આ મોબાઈલ મેળવ્યાની કબૂલાત આપી

મોરબી : મોરબી એલસીબીની ટીમે લાલપર નજીક ચોરી અને છળકપટથી મેળવેલા 17 મોબાઈલ સગેવગે કરે તે પૂર્વે જ બે ગઠિયાઓને પકડી પાડી તેઓની સામે તાલુકા પોલીસ મથકમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે લાલપર ગામના ઝાંપા પાસે, નેશનલ હાઇવે રોડ ઉપરથી વિકાસ બીગનભાઇ પાસવાન (ઉ.વ.૨૧, ધંધો-મજુરી, રહે. સીનીયર સીરામીક કારખાનાની ઓરડીમાં, લાલપર ગામ, મુળ રહે. મોહનાપુર, તા. રૂપેઢીયા, થાના, જી.બેહરેજ, ઉત્તરપ્રદેશ) તથા કૌશલકુમાર સાઓ દેવપ્રસાદ કમલેશપ્રસાદ પાસવાન (ઉ.વ.૧૯, ધંધો-મજુરી, રહે. સીનીયર સીરામીક કારખાનાની ઓરડીમાં, લાલપર ગામ, મુળ રહે. મરાહનાપુર તારૂપેઢીયા, થાના રૂપેઢીયા, જી.બેહરેજ, ઉત્તરપ્રદેશ) જે ચોરી કે છળકપટથી મેળવેલ મોબાઇલ ફોન વેચવા કે સગેવગે કરવા માટે નીકળ્યા હોય બન્નેની પુછપરછ કરી તેઓની પાસે રહેલ ચીજવસ્તુ ચેક કરતા અલગ અલગ કંપનીના કુલ મોબાઇલ ફોન નંગ ૧૭ મળી આવ્યા હતા.

- text

બન્નેની મોબાઇલ ફોન બાબતે સઘન પુછપરછ કરતા આ મોબાઇલ તેઓએ અલગ અલગ તારીખ-સમયે લાલપર તથા લગધીરપુર વિસ્તારમાં આવેલ કારખાનાની મજુરોની ઓરડીઓમાંથી આ મોબાઇલ ફોન ચોરી કે છળકપટથી સેરવીને મેળવેલ હોવાનું જણાવતા હોય જેથી પકડાયેલ બન્ને ઇસમો પાસેથી અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૧૭ કિ.રૂ. ૮૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

આ કામગીરીમાં એલસીબી પી.આઇ. વી.બી.જાડેજા તથા ASI રજનીકાંતભાઇ કૈલા, સંજયભાઇ પટેલ, હેડ કોન્સ. દિલીપભાઈ ચૌધરી, શકિતસિંહ ઝાલા, જયેશભાઇ વાઘેલા, કોન્સ. અશોકસિંહ ચુડાસમા સતિષભાઇ કાંજીયા સહિતના જોડાયા હતા.


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text