હલર મશીનના ભાડાના પૈસાની ઉઘરાણી કરતા યુવાનને બાવળના બડીકે-બડીકે માર પડ્યો

- text


માળીયાના વિદરકા ગામે ચાર શખ્સોએ ધમાલ કરતા ફરિયાદ

મોરબી : માળીયાના વિદરકા ગામે ખેતીકામમાં હલર મશીન વાપર્યા ભાડાના પૈસાની ઉઘરાણી કરતા ચાર શખ્સોએ બાવળના બડીકે – બડીકે માર મારતા ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

માળીયા તાલુકાના વિદરકા ગામે રહેતા વિક્રમભાઇ જયંતીભાઇ શંખેશરીયાએ હલર મશીનના ભાડાની ઉઘરાણી કરતા આરોપી રમેશભાઇ રતુભાઇ થરેશા, નિલેશભાઇ રતુભાઇ થરેશા, ભરતભાઇ અવચરભાઇ થરેશા અને  હીરાભાઇ રતુભાઇ થરેશાએ એક સંપ કરી ફરીયાદીને તથા સાહેદોને જેમ ફાવે તેમ ગાળો આપી છુટા પથ્થર તથા ઇટોના ઘા મારી તેમજ બાવળના બડીકા વતી આડેધડ માર મારી તથા માથમા તથા શરીરે મુંઢ ઇજા પહોચાડી જાન થી મારી નાખવાની ધમકી આપી ગુનામા એક બીજાને મદદગારી કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

આ મામલે પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ૩૨૩.૩૩૭.૫૦૪ ૫૦૬(૨) ૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text