મોરબીમાં વર્ષો પૂર્વે ભાડે આપેલી ટ્રસ્ટની દુકાન ખાલી કરવાનો દાવો નામંજુર કરતી કોર્ટ

- text


મોરબી : મોરબીમાં વર્ષોથી ભાડે મેળવેલી ટ્રસ્ટની માલિકીની દુકાનનું બાકી ભાડું ચૂકવીને તેને ખાલી કરવાનો દાવો કોર્ટમાં થયો હતો. કોર્ટે આ કેસ ચલાવીને છ વર્ષ બાદ દાવો નામંજુર કર્યો છે.

મળતી વિગત અનુસાર મોરબીમાં ગુર્જર સુતાર વિદ્યાર્થી ભવનના નામથી રજીસ્ટર્ડ થયેલ ટ્રસ્ટની વાઘપરા મેઈન રોડ ઉપર હાલ મોહન પાનના નામે દુકાન આવેલ છે. આ દુકાન વર્ષો પૂર્વે મૂળ ભાડુઆત નટવરલાલ અમૃતલાલ શાહને રૂ. 25 પ્રતિ માસના ભાડે આપેલ હતી. તેઓના નિધન બાદ પત્ની ચંપાબેન અને પુત્ર જગદીશભાઈ દુકાને બેસતા ન હોય તેઓએ દિનેશભાઇ મોહનભાઇ પરમારને પેટાભાડે આપેલ હતી.

- text

ટ્રસ્ટે તેઓને એડવોકેટ મારફત તા.5/01/2015ના રોજ નોટિસ પાઠવી તા.1/01/2005થી 31/12/2014 સુધીનું બાકી ભાડું રૂ. 25 લેખે કુલ રૂ. 3000 ચૂકવી દુકાન ખાલી કરવા જણાવ્યુ હતું. બાદમાં ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઈ ખારેચાએ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. આ કેસ સિનિયર સિવિલ જજ પી.બી. નાયક સાહેબની અદાલતમાં ચાલી જતા તેઓએ વાદી શાહ પરિવાર અને દિનેશભાઇ પરમારના પક્ષે રોકાયેલ ધારાશાસ્ત્રી પી.ડી. માનસેતાની ધારદાર દલીલોને ધ્યાને રાખી દાવો નામંજુર કરતો હુકમ કર્યો છે.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text