માળીયા તાલુકામાં આજથી ટી.બી. મુક્તિ અભિયાન

- text


ગામડે – ગામડે એક્સરે વાન લોકોનું આરોગ્યની ચકાસણી કરશે

માળીયા (મી.) : ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં“ટી.બી. હારેગા, દેશ જીતેગા” કાર્યકમ શરૂ કરવામાં આવશે અને આજથી એક્સરે વાન દ્વારા ગામડે-ગામડે જઈને લોકોના એક્સરે નિઃશુલ્ક કાઢી આપીને રોગનું નિદાન કરવામાં આવશે.

માળીયા પંથકમાં ટી.બી.ના કેસ શોધી કાઢીને દર્દીઓનો સમયસર ઈલાજ કરવામાં આવે તેના માટે આજે તા. ૦૯/૦૭/૨૦૨૧ થી ૧૯/૦૭/૨૦૨૧ દિવસ ૬ ટી.બી. મુક્ત ભારત અભિયાન હેઠળ કામગીરી કરવામાં આવશે અને તેના માટે જરૂરી એક્સરે વનનું આગમન થઈ ગયું છે. આ એક્સરે વાન માળીયા તાલુકાના ગામે ગામે જઈને લોકોને વિનામુલ્યે એક્સરે કાઢી આપશે અને ટી.બી. અંગે નિદાન કરીને જો કોઈને ટીબી હોય તો તેની તાત્કાલિક સારવાર કરવામાં આવશે.

- text

જો કોઈને ટી.બી.ના લક્ષણ હૌય તો સામાન્ય રીતે, તેને 15 દિવસથી વધુ ખાંસી, કફ, વજન ઘટવું, ભૂખ ના લગાવી વગેરે લક્ષણ દેખાય છે. આવા લોકોને એક્સરે વાનનો લાભ લેવાની અપીલ કારવામાં આવેલ છે. આ કાર્યકમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે. એમ. કતિરા, જિલ્લા ક્ષય રોગ અધિકારી ડૉ. કમલેશ પરમાર, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ડી. જી. બાવરવા, તાલુકા ટી.બી. સુપર વાઇઝર ભરતસિંહ ઝાલા, સુપર વાઇઝર મુકેશ પરમારના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવશે.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text