ખેડૂતોએ પોતાના ખર્ચે નર્મદા કેનાલ સાફ કરી

- text


ખેડૂતો રજૂઆત કરી થાકતા ડી-૧૭ કેનાલમાં ઉગેલા ઝાડી-ઝાંખર સાફ કરવામાં આવ્યા

હળવદ : હળવદ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ અને છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચાડતી પેટા કેનાલોમાં ઉગી ગયેલા જાડી-ઝાંખરના સફાઈના અભાવે અનેક વાર કેનાલો તૂટવાના બનાવો તેમજ છેવાડાના ખેડૂત સુધી પાણી ન પહોંચતા હોવાની રજૂઆતો ખેડૂતો દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે આજે મોરબી બ્રાન્ચમાંથી નીકળતી ડી-૧૭નંબરની કેનાલને ખેડૂતો ભાડેથી જેસીબી મંગાવી સ્વખર્ચે સાફ કરાવવા મજબૂર થયા છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા કેનાલ યોજના થકી અસંખ્ય ખેડૂતો સિંચાઈ યોજના નો લાભ મેળવે છે પરંતુ અધિકારીઓની આળસને કારણે નર્મદા કેનાલમાં ઊગી નીકળેલ ઝાડી-ઝાંખર કેનાલની આયુષ્ય  ઘટાડે છે. સાથે સાથે જ છેવાડાના ખેડૂતો સુધી પાણીના પહોંચવાના બનાવો તેમજ કેનાલો તૂટવાના બનાવો પણ સામે આવતા હોય છે. ત્યારે આજે મોરબી બ્રાન્ચ માંથી નીકળતી ડી-૧૭ નંબરની કેનાલ કે જે ઘનશ્યામપુર,રાણેપર અને મેરુપરના ખેડૂતોને પાણી પૂરું પાડે છે પરંતુ આ કેનાલમાં પાછલા ઘણા સમયથી જંગલ ઉગી ગયા હોવાને કારણે છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી. જેથી અંગેની રજૂઆત નર્મદા નિગમના અધિકારીઓને ખેડૂતો દ્વારા  કરવામાં આવી હતી પરંતુ અધિકારીઓ રજૂઆતને ધ્યાને ન લેતા હોવાને કારણે આજે ખેડૂતો સ્વખર્ચે નર્મદા કેનાલ સાફ કરવા મજબૂર બન્યા છે.

વધુમાં ખેડૂતોએ  જણાવ્યું હતું કે રાણેકપર પાસેના પંસારી વિસ્તારમાંથી પણ આ કેનાલ પસાર થતી હોય. જેથી કોઇ અસામાજિક તત્વો દ્વારા પાણી ખોલવા માટેનો વાલ કાઢી નાખ્યો છે અને આ અંગેની જાણ અધિકારીઓને પણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી થઇ નથી અને અધિકારીઓની આવી આળસુ નીતિને કારણે ખેડૂતોને વિના કારણે સહન કરવું પડતું હોવાનું પણ ખેડૂતો રોષભેર જણાવી રહ્યા છે.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text