મોરબીમાં ડાઘીયા કૂતરાએ માસૂમ બાળકને ફાડી ખાતા મોત

- text


મોરબીના લખધીરપુર રોડ ઉપર કૂતરાએ ગળા અને પેટના ભાગે ભરેલા બચકા માસૂમ બાળક માટે જીવલેણ નીવડ્યા

મોરબી : મોરબીના લખધીર પુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં શ્રમિકના માસૂમ પુત્રનો કૂતરાએ ભોગ લીધાની ઘટના સામે આવતા અરેરાટી મચી ગઇ છે. જેમાં કુદરતી હાજતે ગયેલા માસૂમ બાળક ઉપર ડાઘીયા કૂતરાએ અચાનક જ તૂટી પડીને ગળા અને પેટના ભાગે બચકા ભરીને ફાડી ખાતા આ માસૂમ બાળકનું રાજકોટ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ કરુણ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના લખધીર પુર રોડ ઉપર આવેલ ડોનેટો ફેકટરીની કોલોનીમાં રહીને મજૂરી કામ કરતા નાથાભાઇ જાંબુરનો 3 વર્ષીય માસૂમ પુત્ર અરવિંદ નાથાભાઇ જાંબુર તેની પિતરાઈ બહેન સાથે ગતરાત્રે કારખાનાની નજીક જ કુદરતી હાજતે ગયો હતો.તે સમયે કૂતરાએ અચાનક રઘવાયો થઈને કુદરતી હાજતે બેઠાલા આ માસૂમ બાળક ઉપર તૂટી પડ્યો હતો અને કૂતરાએ આ માસૂમ બાળક ઉપર હુમલા કરીને તેના પેટ તેમજ ગળાના ભાગે જોરદાર બચકા ભરતા બાળકે રાડારાડી કરી મૂકી હતી.

- text

બાળકનો રડવાનો અવાજ સાંભળતા આસપાસના લોકો દોડી ગયા હતા અને બાળકને કૂતરાના પંજામાંથી મુક્ત કરાવીને ગંભીર હાલતમાં બાળકને તાત્કાલિક વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.જો કે, ગતરાત્રે બાળકના માતા-પિતા નાઈટ શિપમાં કામે ગયા હતા અને પાછળથી પિતરાઈ બહેન આ બાળકને કુતરતી હાજતે બેસાડીને પોતાની ઓરડીમાં ગઈ હતી.એટલી જ વારમાં કુતરાએ હુમલો કર્યા બાદ ગંભીર રીતે ઘવાયેલા માસૂમ બાળકનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. કૂતરાએ પોતાના વહાલસોયા પુત્રનો ભોગ લેતા શ્રમિક પરિવારે હૈયાફટ આક્રંદ કરી મૂક્યું હતું.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text