હળવદ શહેર ભાજપની કારોબારી બેઠક યોજાઈ

- text


હળવદ : આજરોજ હળવદ શહેર ભાજપની કારોબારી બેઠક મોરબી જિલ્લા ભાજપના પ્રભારી પ્રકાશભાઈ સોનીની હાજરીમાં યોજાઈ હતી.

હળવદ શહેર ભાજપની કારોબારી બેઠક હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાઈ હતી. જેમાં મોરબી જિલ્લા ભાજપના પ્રભારી પ્રકાશભાઈ સોનીની હાજરીમાં યોજાઈ હતી. આ કારોબારી બેઠકના પ્રારંભે કોરોના કાળમાં અવસાન પામેલ જીવાત્માઓને બે મિનિટ મૌન પાડી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ કાર્યક્રમમાં ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવા માટે આહવાન કર્યું હતું અને વૃક્ષારોપણ-સ્વચ્છતા અભિયાન સહિત પર્યાવરણ બચાવની કામગીરી અને અન્ય સેવાકીય કાર્યો કરવા માટે પ્રેરણા પુરી પાડી હતી.

બેઠકમાં ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, જિલ્લા ભાજપના મહામંત્રી રણછોડભાઈ દલવાડી, હસુભાઈ પંડ્યા, જસુબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ, ન.પા. પૂર્વ પ્રમુખ અજયભાઈ રાવલ, દાદભાઈ ડાંગર શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, શહેર ભાજપ મહામંત્રી રમેશભાઈ ભગત, સંદીપભાઈ પટેલ જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે સહિત શહેર ભાજપ અને જિલ્લા ભાજપના કારોબારી સભ્યો, શહેર અને જિલ્લા ભાજપના હોદ્દેદારો અને વિવિધ મોરચાના હોદ્દેદારો સહિત સીનીયર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા યુવા કાર્યકરો રવિભાઈ પટેલ, મેહુલભાઈ પટેલ, અશોકભાઈ પ્રજાપતિ સહિત કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text