મોરબી સહિત રાજ્યમાં બે દિવસ કોરોના રસીકરણ બંધ

- text


કોરોના રસી ખૂટી પડી હોય તેવી સ્થિતિ

મોરબી : મોરબી સહિત સમગ્ર રાજ્યમાં આગામી બે દિવસ એટલે કે તા.8 અને 9 જુલાઈના રોજ કોરોના રસીકરણ બંધ રાખવામાં આવ્યું હોવાની રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

રાજયના આરોગ્ય વિભાગ દ્વારા આજે સતાવાર રીતે જાહેર કરાયુ છે કે, રાજયમા ચાલી રહેલ Covid-19 માટેનુ રસીકરણ આગામી બે દિવસો એટલે કે ગુરુવાર અને શુક્રવાર તા 8 અને 9 જુલાઈ દરમિયાન સમગ્ર રાજ્યમાં બંધ રાખવામાં આવ્યું છે. જેની સર્વે પ્રજાજનોએ નોંધ લેવી. જો કે, ક્યાં કારણોસર રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એ જ રીતે મોરબીના જિલ્લા આરોગ્ય અધિકારી કતીરા અને વેકસીનેશન અધિકારી ડો.અંજુ પરમારના ફોન પણ નો રીપ્લાય થયા હતા.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text