છેતરપિંડીના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ

- text


મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપીંડી, વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા 6 માસથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

- text

પેરોલ ફર્લો સ્કવોડને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર થયેલ છેતરપીંડી, વિશ્વાસઘાતના ગુનાના કામના નાસતો-ફરતો આરોપી અમદાવાદ શહેર ખાતે હોવાની ચોક્કસ હકિકત મળેલ હતી. જે હકિકત આધારે પેરોલ ફર્લો સ્કવોડની ટીમ બનાવી અમદાવાદ શહેર ખાતે મોકલતા મોરબી સીટી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાનો નાસતો-ફરતો આરોપી હાર્દિક લલીતભાઇ દવે (ઉ.વ. 26)ને ગઇકાલે તા. 30 જૂનના રોજ અમદાવાદમાં નારોલ પાસે આવેલ જિંદાલ જીન્સ કાપડની ફેકટરીમાંથી પકડી પાડી પાડી મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. તરફ આગળની કાર્યવાહી અર્થે સોપેલ છે.

- text