વાંકાનેર બાઉન્ડ્રીએ પાવડરની બોરીની આડમાં લવાતો 4.58 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

- text


એલ.સી.બી. ટીમે દારૂની નાની મોટી, બોટલો તથા પાઉચ મળી કુલ નંગ-૩૨૯૭ સહિત રૂ.૧૪,૧૮,૯૭૫ ના મુદામાલ સાથે બે શખ્સને ઝડપી લીધા

મોરબી : કોરોના મહામારીમાં નિયંત્રણો અનલોક થતાની સાથે જ બુટલેગરો પણ અનલોક થયા હોય તેવી સ્થિતિમાં મોરબી એલ.સી.બી. ટીમે વાંકાનેર બાઉન્ડ્રીએથી 4.58લાખ રૂપિયા વિદેશી દારૂ સહિત કુલ રૂ. ૧૪,૧૮,૯૭૫ના મુદ્દામાલ સાથે બે શખ્સને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

મોરબી એલ.સી.બી. પીઆઇ વી.બી.જાડેજા તથા પી.એસ.આઇ. એન. બી. ડાભી સહિતનો સ્ટાફ દારૂ જુગારની બદી નાબૂદ કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પો કોન્સ. વિક્રમભાઇ કુગસીયાને બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી ટાટા ટ્રક રજી. ન. R-19-GR-2045 વાળી રાજકોટ તરફ જનાર છે. જે ટ્રકમાં ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે. તેવી સચોટ હકીકતને આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે વાંકાનેર બાઉન્ડ્રી ખાતે વોચ ગોઠવવામાં આવી હતી.

દરમિયાન બાતમી મુજબનો ટ્રક પસાર થતા જેને રોકી ચેક કરતા ટ્રકમાં સફેદ પાવર ભરેલી થેલીઓની આડમાં જુદી જુદી બ્રાન્ડની નાની મોટી બોટલો તથા પાઉચનો જથ્થો મળી આવેલ હતો. જેમાં ૧, બ્લેન્ડર પ્રાઇડ આલ્ટ્રા-પિમીયમ વ્હીસ્કીની બોટલો નંગ-60 કી.રૂ. 51000, ઓલસીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની બોટલી નંગ-60 કી.રૂ.36000, મેકડોવેલ ૦૧ સુપીરીયર વ્હીસ્કીની બોટલો નંગ-113 કી.રૂ.42375, બ્લેન્ડર સ્પ્રાઇડ વ્હીસ્કીની ૧૮૦ મી.લીની બોટલો નંગ-232 કી.રૂ.46400, રોયસ કલાસીક વ્હીસ્કીના 180 મી.લી.ની બોટલો નંગ-2932 કી.રૂ.2,83,200, ટાટા LPT 2518 ટ્રક રજી. ન. RJ-19-GB-2045 કી.રૂ.10,00000, મોબાઇલ ફોન નંગ-02 કી.રૂ. 10,000 તેમજ પાવડરની બોરીઓ નંગ-50 કી.રૂ00 મળી કુલ કી.રૂ.૧૪,૦૮,૯૭૫ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

એલ.સી.બી. ટીમે રેઇડ દરમિયાન રંગારામ સતારામ લેંગાજાટ (રહે.ખારાપાર તા.ગીડા જી.બાડમેર થાણુ ગૌડા રાજસ્થાન) અને ઇન્દર ઓમારામ સગા (રહે. રોહીછાખુર્દ થાણું પોસ્ટ તા.લોની જોધપુર (રાજસ્થાન)) વાળાને ઝડપી લીધા હતા. જ્યારે માલ મોકલનાર ઇન્દર જાટ (રહે, જોધપુર રાજસ્થાન) અને માલ મંગાવનાર વોટસઅપ નંબર +૨૪૩૮૨૭૪૧૯૮૯૮ વાળી વ્યકિતને ફરાર દર્શાવી ઝડપી લેવા વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

- text

આ સફળ કામગીરી એલ.સી.બી. પી.આઇ. વી.બી.જાડેજા, પી.એસ.આઇ. એન.બી.ડાભી, પો.હેડ કોન્સ.દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, પો.કોન્સ. વિક્રમમાઇ મૃગીયા, ભરતભાઇ મીયાત્રા, હરેશભાઇ સરવૈયા, વિગેર દ્વારા કરવામાં આવેલ છે.

- text