મોરબી મયુર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી

- text


ચેરમેન તરીકે હંસાબેન મગનભાઇ વડાવીયા અનેવાઇસ ચેરમેન તરીકે હળવદના ગાયત્રીબા નરેન્દ્રસિંહ રાણાની વરણી

મોરબી : વર્ષે દહાડે કરોડો રૂપિયાનું ટર્ન ઓવર કરતા મોરબી મહિલા દૂધ ઉત્પાદક સંઘ એટલે કે મયુર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરવા આવી છે.

મોરબી મહિલા દૂધ ઉત્પાદક સંઘ, મયુર ડેરીના સુકાનીઓ નક્કી કરવા ગઈકાલે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં સર્વાનુમતે ચેરમેન તરીકે હંસાબેન મગનભાઇ વડાવીયા અને વાઇસ ચેરમેન તરીકે હળવદના ગાયત્રીબા નરેન્દ્રસિંહ રાણાની વરણી કરવામાં આવી હતી.

- text

ઉલ્લેખનીય છે કે, મોરબી મહિલા દૂધ ઉત્પાદક સંઘ મયુર ડેરી દ્વારા દરરોજનું ૧.૭૫ લાખ લીટર દૂધ એકત્રિત કરવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સાથે 23000 જેટલા પશુપાલકો જોડાયેલા છે. સાથે જ 289 સહકારી દૂધ મંડળી સંઘ સાથે જોડાયેલી છે. તેમજ મહિલા દૂધ સંઘ દ્વારા દર વર્ષે પશુપાલકોને ભાવ ફેર પણ ચૂકવવામાં આવે છે. વર્ષે 19-20માં મહિલા દૂધ સંઘ દ્વારા જિલ્લાના પશુપાલકોને 16.50 કરોડનો ભાવફેર ચૂકવવામાં આવ્યો હતો.

- text