વાંકાનેરમાં મોટર સાયકલ સ્લીપ થવાથી યુવાન ઘાયલ

- text


વાંકાનેર : વાંકાનેર-વાલાસણ રોડ ઉપર તીથવા ગામના પાટીયાથી થોડે આગળ ગરીવાળા હોકળા પાસે પુલીયાની બાજુમાં મોટર સાયકલ સ્લીપ થવાથી બાઈક પાછળ બેઠેલો યુવાન નીચે પટકાતા તેને ઇજા થઇ હતી. આ બનાવ અંગે યુવાનને બાઈકચાલક સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અજરૂદિનભાઇ યુનુસભાઇ પરાસરા (ઉ.વ.૩૦ ધંધો ડ્રાઇવીંગ રહે. પાચદ્રારકા તા.વાંકાનેર) એ આરોપી સીટી બજાજ મો.સા. નંબર જી જે ૩૬ કયુ. ૯૩૩૨ ના ચાલક અમઝદભાઇ (રહે. પાંચદ્રારકા તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૦ મેના રોજ આશરે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં વાંકાનેર-વાલાસણ રોડ ઉપર તીથવા ગામના પાટીયાથી થોડે આગળ ગરીવાળા હોકળા પાસે પુલીયાની બાજુમાં આરોપીએ પોતાના હવાલાવાળા બાઈકના ચાલક ફરીયાદીના મોટા-બાપુના દીકરા અમઝદભાઇએ બાઇકને ગફલત ભરી રીતે ચલાવી બાઇકને પથ્થર સાથે ભટકાળી રોડ ઉપર સ્લીપ ખવડાવી ફરીયાદીને બાઈકમાંથી નીચે પછાડી દઇ માથામાં તેમજ મણકાના ભાગે ગંભીર પ્રકાર ઇજા કરી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text