હળવદ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારોની વરણી

- text


છ ઉપપ્રમુખ, છ મંત્રી અને એક ખજાનચીની નિમણૂક કરતા ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે

હળવદ : હળવદ શહેર ભાજપ પ્રમુખ દ્વારા સંગઠનને મજબૂત બનાવવા માટે ઉપપ્રમુખ-મંત્રી અને ખજાનચીની નિમણૂક કરવામાં આવી છે. ભાજપના સંગઠનની નવી ટીમમાં પાંચ મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

હળવદ શહેર ભાજપ પ્રમુખ અને બે મહામંત્રીની નિમણૂક કર્યા બાદ ઉપપ્રમુખ મંત્રી અને ખજાનચીની નિમણૂકો બાકી હોય જેની શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, મહામંત્રી સંદિપભાઈ પટેલ અને રમેશભાઈ ભગત દ્વારા તાજેતરમાં જ નિમણૂક આપવામાં આવી છે. જેમાં હળવદ શહેર ભાજપના ઉપપ્રમુખ પદે ગીરીશભાઈ પરમાર, જતીનભાઈ રાવલ, મહેશભાઈ પટેલ, ઘનશ્યામભાઈ દલવાડી, હસમુખભાઈ પ્રજાપતિ અને ઉર્મિલાબેન ગઢીયાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે શહેર ભાજપના મંત્રી પદે પન્નાબેન રાવલ, જસુબેન દલવાડી, જયોત્સનાબેન ઝાલા, જીગુબેન સુરેલા, જીગ્નેશભાઈ રબારી અને રાજુભાઈ કોળીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ ખજાનચી તરીકે કલ્પેશભાઈ પટેલની નિમણૂક કરાઇ છે.

- text

- text