વિદેશી દારૂના જથ્થાનું કટિંગ થાય તે પૂર્વે જ એલસીબી ત્રાટકી : પાંચ લાખનો દારૂ પકડાયો

- text


વાંકાનેરના ભલગામની સીમમાં એલસીબીનો સફળ દરોડો : 15 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

વાંકાનેર : વાંકાનેરના ભલગામ ગામની સીમમાંથી અંગ્રેજી દારૂનુ કટીંગ થાય તે પૂર્વે જ એલસીબી ટીમે સપાટો બોલાવી ઓટો સ્પેરપાર્ટની આડમાં લાવવામાં આવેલ અંગ્રેજી દારૂની બોટલો નંગ-૧૫૬૦ કી.રૂ. ૫,૧૭,૫૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૧૫,૮૨,૪૦૦ નો મુદામાલ પકડી પાડ્યો હતો.

મોરબી એલસીબી ટીમના પો.હેડ કોન્સ, ચંદુભાઇ કણોતરા, પો કોન્સ. નિરવભાઇ મકવાણા, દશરથસિંહ પરમારની સયુકત બાતમીને આધારે ભલગામની સીમમાં ગ્રીનલેબલ કાસ્ટીંગના નવા બનતા કારખાનાની પાછળ ટ્રક કન્ટેનર નંબર-HR-38-2-3623 વાળીમાં મારૂતી સુઝુકી કંપનીના સ્પેરપાર્ટ ભરેલ નાના મોટા પુટ્ટાના બોકસની આડમાં જુદી જુદી બ્રાન્ડનો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન ટ્રકચાલક નાશી ગયેલ હોય. જેથી વાંકાનેર તાલુકા પો.સ્ટે. ખાતે ટ્રક ચાલક તથા માલ મોકલનાર તથા માલ મંગાવનાર વિરૂધ્ધ ગુનો રજી. કરાવી આગળની તપાસ એલ.સી.બી. પો.સબ ઇન્સ. એન.બી.ડાભીએ હાથ ધરેલ છે.

દરોડા દરમિયાન મેગ્ડોવેલ નં-૦૧ સુપીરીયર વ્હીસ્કીની બોટલો નંગ-૬૬૦ કી.રૂ. ૨,૪૭,૫૦૦, રોયલ ગોલ્ડ પ્રીમીયમ વ્હીસ્કીની બોટલો નંગ-૯૦૦ કી.રૂ. ૨,૭૦,૦૦૦, અશોક લેલન ટ્રક કન્ટેનર નંબર-HR-38-2-3623 કી.રૂ.૮,૦૦,૦૦૦, મારૂતી સુઝુકી કંપનીના સ્પેરપાર્ટના બોકસ કી.રૂ. ૨,૬૩,૯૦૦, જી.પી.એસ સીસ્ટમ કી.રૂ.૧,૦૦૦ મળી કુલ કી.રૂ. ૧૫,૮૨,૪૦૦ કબ્જે કરવામાં આવ્યો હતો.

આ સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી ડાભી પો.હેડ કોન્સ. દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઇ કાણોતરા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સંજયભાઇ મૈયડ, જયેશભાઇ વાઘેલા, ચંદ્રકાંતભાઇ વામજા, દશરથસિંહ ચાવડા, પો.કોન્સ, નિરવભાઇ મકવાણા, દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયા, વિક્રમભાઇ કુગસીયા, ભગીરથસિંહ ઝાલા તથા પો.કોન્સ. ભરતભાઇ મીયાત્રા બ્રિજેશભાઇ કાસુન્દ્રા, હરેશભાઇ સરવૈયા, સતીષભાઇ કાંજીયા વિગેર દ્વારા કરવામાં આવી હતી.

- text

- text