MCX ડેઈલી રિપોર્ટ : કોટન, કપાસ, સીપીઓ, રબરમાં સાર્વત્રિક ઘટાડો, ક્રૂડ તેલમાં વૃદ્ધિ

- text


સોનાચાંદીના વાયદાના ભાવમાં નરમાઈ :  મેન્થા તેલમાં સુધારો

બુલડેક્સ ફ્યુચર્સમાં 74 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 124 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,20,451 સોદાઓમાં કુલ રૂ.9,816.98 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ હતો. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.283 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.438 ગબડ્યો હતો.

એલ્યુમિનિયમ સિવાયની તમામ બિનલોહ ધાતુઓ ઘટી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંનેમાં વૃદ્ધિ ભાવમાં થઈ હતી. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં 48,225 ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યા હતા. કપાસ, સીપીઓ અને રબરમાં સાર્વત્રિક ઘટાડા સામે મેન્થા તેલમાં સુધારો વાયદાના ભાવમાં થયો હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જૂન વાયદામાં 74 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જૂન વાયદામાં 124 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 61,125 સોદાઓમાં કુલ રૂ.3,857.51 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.49,018ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.49,037 અને નીચામાં રૂ.48,811ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.283 અથવા 0.58 ટકા ઘટી રૂ.48,841ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.125 અથવા 0.32 ટકા ઘટી રૂ.39,086 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.20 અથવા 0.41 ટકા ઘટી રૂ.4,819ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.48,829 ખૂલી, રૂ.243 અથવા 0.5 ટકા ઘટી રૂ.48,661ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.71,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,570 અને નીચામાં રૂ.71,257ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.438 અથવા 0.61 ટકા ઘટી રૂ.71,446ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.390 અથવા 0.54 ટકા ઘટી રૂ.71,513 અને ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.403 અથવા 0.56 ટકા ઘટી રૂ.71,500ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 4,796 સોદાઓમાં રૂ.615.26 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1330ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1330 અને નીચામાં રૂ.1305ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.21 અથવા 1.58 ટકા ઘટી રૂ.1312ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે રૂ (કોટન) જૂન વાયદો 1 ગાંસડીદીઠ રૂ.24,490ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.24,560 અને નીચામાં રૂ.23,960ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.350 અથવા 1.43 ટકા ઘટી રૂ.24,150ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ 10 કિલોગ્રામદીઠ રૂ.1103.60ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1114 અને નીચામાં રૂ.1085.20ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.7.10 અથવા 0.65 ટકા ઘટી રૂ.1093ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. રબરના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 100 કિલોગ્રામદીઠ રૂ.28 અથવા 0.16 ટકા ઘટી રૂ.17,207 અને મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.18.70 અથવા 2 ટકા વધી રૂ.952.30ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 16,910 સોદાઓમાં રૂ.2,938.36 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.0.65 અથવા 0.34 ટકા વધી રૂ.192.65 અને જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.65 અથવા 0.69 ટકા ઘટી રૂ.236.40ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ જૂન કોન્ટ્રેક્ટ રૂ.8.10 અથવા 1.09 ટકા ઘટી રૂ.735.95 અને નિકલ જૂન કોન્ટ્રેક્ટ રૂ.17.50 અથવા 1.32 ટકા ઘટી રૂ.1,308 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.60 અથવા 0.35 ટકા ઘટી રૂ.170.45ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

- text

એનર્જી સેગમેન્ટમાં 28,144 સોદાઓમાં કુલ રૂ.1,619.87 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,067ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,125 અને નીચામાં રૂ.5,062ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે 1 બેરલદીઠ રૂ.32 અથવા 0.63 ટકા વધી રૂ.5,122 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.20 અથવા 0.53 ટકા વધી રૂ.229.60ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 14,137 સોદાઓમાં રૂ.1,822.53 કરોડનાં 3,727.329 કિલોગ્રામ અને ચાદીના વિવિધ વાયદાઓમાં 46,988 સોદાઓમાં કુલ રૂ.2,034.98 કરોડનાં 284.447 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.252.30 કરોડનાં 13,130 ટન, જસતના વાયદાઓમાં રૂ.349.21 કરોડનાં 14,780 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,461.13 કરોડનાં 19,828 ટન, નિકલના વાયદાઓમાં રૂ.765.15 કરોડનાં 5,840 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.110.57 કરોડનાં 6,485 ટનનાં કામકાજ થયાં હતાં.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 9,719 સોદાઓમાં રૂ.732.71 કરોડનાં 14,38,000 બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં 18,425 સોદાઓમાં રૂ.887.16 કરોડનાં 3,85,10,000 એમએમબીટીયૂ નો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 8 સોદાઓમાં રૂ..21 કરોડનાં 32 મેટ્રિક ટન અને રૂ (કોટન)ના વાયદાઓમાં 1,337 સોદાઓમાં રૂ.117.40 કરોડનાં 48,225 ગાંસડીના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 3,238 સોદાઓમાં રૂ.488.81 કરોડનાં 44,630 મેટ્રિક ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,334.030 કિલોગ્રામ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 518.430 ટન, એલ્યુમિનિયમ 13,850 ટન, જસત 12,970 ટન, તાંબુ 14,8400 ટન, નિકલ 3,3000 ટન, સીસું 6,470 ટન, ક્રૂડ તેલ 11,85,600 બેરલ્સ અને નેચરલ ગેસ 3,53,76,250 એમએમબીટીયૂ તેમ જ કપાસ 32 ટન, મેન્થા તેલ 61.92 ટન, રબર 219 ટન, રૂ (કોટન) 1,97,000 ગાંસડી, સીપીઓ 66,190 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,694 સોદાઓમાં રૂ.142.26 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,006 સોદાઓમાં રૂ.88.10 કરોડનાં 1,162 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 688 સોદાઓમાં રૂ.54.16 કરોડનાં 724 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,155 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 876 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 15,202ના સ્તરે ખૂલી, ઊપરમાં 15,202 અને નીચામાં 15,128ના સ્તરને સ્પર્શી, 74 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 84 પોઈન્ટ અથવા 0.55 ટકા ઘટી 15,151ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જૂન વાયદો 15,016ના સ્તરે ખૂલી, 124 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 124 પોઈન્ટ અથવા 0.82 ટકા ઘટી 14,947ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 7,782 સોદાઓમાં રૂ.643.72 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.86.66 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.44.04 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.512.45 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.430 ખૂલી, ઊપરમાં રૂ.430 અને નીચામાં રૂ.375 રહી, અંતે રૂ.68.50 અથવા 15.27 ટકા ઘટી રૂ.380 થયો હતો.

જ્યારે ચાંદી જૂન રૂ.72,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.1,099 ખૂલી, ઊપરમાં રૂ.1,099 અને નીચામાં રૂ.955 રહી, અંતે રૂ.123 અથવા 10.78 ટકા ઘટી રૂ.1,018 થયો હતો. ક્રૂડ તેલ જૂન રૂ.5,100ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.75 ખૂલી, ઊપરમાં રૂ.106.90 અને નીચામાં રૂ.67 રહી, અંતે રૂ.17.90 અથવા 20.43 ટકા વધી રૂ.105.50 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.380 ખૂલી, ઊપરમાં રૂ.420 અને નીચામાં રૂ.350.50 રહી, અંતે રૂ.68.50 અથવા 20.82 ટકા વધી રૂ.397.50 થયો હતો.

જ્યારે ચાંદી જૂન રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.610 ખૂલી, ઊપરમાં રૂ.690 અને નીચામાં રૂ.592.50 રહી, અંતે રૂ.144 અથવા 27.45 ટકા વધી રૂ.668.50 થયો હતો. ક્રૂડ તેલ જૂન રૂ.5,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.63.90 ખૂલી, ઊપરમાં રૂ.63.90 અને નીચામાં રૂ.46 રહી, અંતે રૂ.7.30 અથવા 13.04 ઘટી રૂ.48.70 થયો હતો.

- text