સાંસદ મુંજપરાએ ગ્રાન્ટમાંથી હળવદને એમ્બ્યુલન્સ ભેટ આપી

- text


કોરોના મહામારી સમયે એમ્બ્યુલન્સની અછત સર્જાતા માથક માટે ફાળવણી

હળવદ: હળવદ તાલુકાના માથક આરોગ્ય કેન્દ્રમાં લાંબાસમયની માંગણી બાદ સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરાએ આખરે લોકોની રજૂઆત ધ્યાને લઇ માથક માટે એમ્બ્યુલન્સની ફાળવણી કરી આજે લોકર્પણ કર્યું હતું.

હળવદના માથક સહિત આજુબાજુના લોકોને તાલુકા મથકે સારવાર માટે જવાનું થાય ત્યારે ભારે પરેશાની વેઠવી પડતી હતી. જેથી, માથક સહિત આજુબાજુના એક ડઝનથી વધુ ગામના લોકો માટે માથક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે તેવી અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. જેથી આખરે આ લોકોની રજૂઆતને ધ્યાને લઇ સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ તેઓની ગ્રાન્ટમાંથી રૂપિયા આઠ લાખની એમ્બ્યુલન્સ આપી હતી. જેના આજે લોકાર્પણ પ્રસંગે નેતાઓ ઉમટ્યાં હતા.

- text

આ પ્રસંગે સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતીભાઇ કવાડીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયતના સદસ્ય મેરાભાઇ વિઠલાપરા, તાલુકા પંચાયતના પૂર્વપ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે સહિતનાઓ હાજર રહ્યા હતા.

- text