મોરબી જિલ્લામાં RTPCR રિપોર્ટ વગર ધંધો કરતા 8 ધંધાર્થીઓ ઝપટે

- text


કફર્યુમાં ફરસાણની દુકાન ખુલ્લી રાખનાર વેપારી તેમજ લટાર મારતા પાંચ ઝડપાયા

મોરબી : મોરબી જિલ્લામાં આરટીપીસીઆર રિપોર્ટ વગર ધંધો કરવા મામલે પોલીસની અવરિતપણે કડક કાર્યવાહી ચાલી રહી છે. કોરોના ટેસ્ટ કે વેલસીન લીધા વગર ધંધો કરવાના નામે પોલીસની કાર્યવાહીના ડામાંથી વેપારીઓમાં પ્રચડ આક્રોશ જોવા મળી રહ્યો છે તેમ છતાં પણ પોલીસની કાર્યવાહી ચાલુ રહેતા ગઈકાલે મોરબી જિલ્લામાં આરટીપીસીઆર રિપોર્ટ વગર ધંધો કરતા આઠ ધંધાર્થીઓ ઝપટે ચઢી ગયા હતા.

- text

મોરબી જિલ્લામાં મંગળવારે 24 કલાક દરમિયાન અલગ અલગ કોવિડના જાહેરનાના ભંગ બદલ 26 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મોરબીમાં રાત્રી કફર્યુમાં ફરસાણની દુકાન ખુલ્લી રાખનાર વેપારી તેમજ લટાર મારતા પાંચ, નિયમ કરતા વધુ મુસાફરો ભરીને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા પાંચ રીક્ષા ચાલકો, માસ્ક વગર જાહેરમાં નીકળેલા ત્રણ લોકો, વાંકાનેરમાં નિયમ કરતા વધુ મુસાફરો ભરીને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 4 રીક્ષા ચાલકો, માસ્ક વગર જાહેરમાં નીકળેલા એક બાઈક ચાલક, ટંકારામાં કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર રીક્ષાનો ધંધો કરતા 3 રીક્ષા ચાલકો, હળવદમાં આરટીપીસીઆર રિપોર્ટ વગર ધંધો કરતા એક વેપારી તેમજ એક વાહન માલિક, માળીયા (મી) માં આરટીપીસીઆર રિપોર્ટ વગર ધંધો કરતા 2 અનાજ કરીયાણાની દુકાનના માલિક અને એક રીક્ષા ચાલક સામે પોલીસે નિયમ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

- text