ટીકરમાં અગરિયા પરિવારની મહિલાઓ અને બાળકોને પોષણ કીટનું વિતરણ

- text


હળવદ : હળવદ તાલુકાના ટીકર રણ વિસ્તારમાં મીઠાના અગરિયાઓના પરિવારની મહિલાઓ અને બાળકોને આઈ.સી.ડી.એસ. શાખા મારફત પોષણ કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

હળવદમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ (આઈ.સી.ડી.એસ. શાખા) મારફતે હળવદ તાલુકાના ટીકરના રણ વિસ્તારમાં મીઠા અગરમાં કામ કરતા શ્રમિકો સરકારી યોજનાના લાભથી વંચિત ન રહે તેવા હેતુથી શ્રમિક અગરિયાઓના પરિવારની 18 સગર્ભાઓને માતૃશક્તિ કીટ, 14 ધાત્રી બહેનોને માતૃશક્તિ કીટ, 11 કિશોરીઓને પૂર્ણાશક્તિ કીટ, 6 માસથી 3 વર્ષના બાળકોને બાલશક્તિ પોષણ કીટ તથા 3 વર્ષથી 6 વર્ષના 25 બાળકોને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે ગાંધીનગરથી અગરિયા હિતરક્ષક મંચના મોરબી જિલ્લાના કો-ઓર્ડીનેટર મારુત બારૈયા ખાસ હાજર રહ્યા હતા. તેમજ આ કાર્ય માટે હળવદ તાલુકાના સી.ડી.પી.ઓ. મમતાબેન રાવલ, ટીકર સુપરવાઇઝર પ્રિયંકાબેન જ્ઞાનિક, મેડિકલ ગામની વર્કર બહેનોએ સહકાર આપ્યો હતો.

- text

- text