મોરબી શહેર મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્ર કાર્યરત કરવાની માંગ

- text


અન્ન અને નાગરિક પુરવઠાના સલાહકાર સભ્ય પી.પી. જોષીની કલેક્ટરને રજુઆત

મોરબી : મોરબી શહેર મામલતદાર કચેરી ખાતે જન સેવા કેન્દ્ર કાર્યરત કરવા અન્ન અને નાગરિક પુરવઠાના સલાહકાર સભ્ય પી.પી. જોશીએ જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવ્યું છે કે, શહેરી વિસ્તાદમાં નવી મામલતદાર કચેરીઓ અસ્તિત્વમાં આવેલ છે. જે અન્વયે મોરબી મામલતદારમાંથી શહેરી મામલતદારની કચેરી અસ્તિત્વમાં આવી છે. જેને અંદાજે 2 વર્ષ જેટલો સમય થઇ ગયો છે. પરંતુ આજ દિન સુધી શહેરી મામલતદાર કચેરીમાં જન સેવા કેન્દ્ર ચાલુ યહયેલ નથી. જેથી શહેરી નાગરિકોને આવકના દાખલા, જાતિના દાખલા, રેશનકાર્ડની કામગીરી, ડોમીસાઇલ સર્ટી વગેરે જેવી તમામ પ્રકારની કામગીરી માટે અરજદારોને લાલબાગ, સેવા સદન ખાતે અરજી આપવા જવું પડે છે.

- text

આ તમામ સુવિધા શહેર મામલતદાર કચેરી ખાતે કાર્યરત કરવામાં આવે તેવી માંગ છે. વધુમાં જણાવાયું છે કે સરકારના પુરવઠા વિભાગ દ્વારા નાયબ મામલતદાર- પુરવઠા અને એક ક્લાર્કની જગ્યા મંજુર કરવામાં આવી છે. જે જગ્યા ભરવા માટે કાર્યવાહી થાય તેવું પણ માંગ છે.

- text