MCX ડેઈલી રિપોર્ટ : સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં પ્રારંભે નરમાઈ

- text


કોટન, કપાસ, સીપીઓ અને રબરમાં સુધારાનો સંચાર : મેન્થા તેલ ઢીલું

બુલડેક્સ ફ્યુચર્સમાં 67 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 143 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,09,565 સોદાઓમાં કુલ રૂ.7,839.21 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં નરમાઈ સાથે થયો હતો. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.91 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.423 ઘટ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ પણ ઘટી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને ઢીલાં હતાં. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યા હતા. કપાસ, સીપીઓ અને રબરના વાયદામાં સુધારાના સંચાર સામે મેન્થા તેલ ઢીલું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જૂન વાયદામાં 67 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જૂન વાયદામાં 143 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 58,683 સોદાઓમાં કુલ રૂ.3,098.17 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,947ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,992 અને નીચામાં રૂ.48,782ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.91 અથવા 0.19 ટકા ઘટી રૂ.48,903ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.26 અથવા 0.07 ટકા ઘટી રૂ.39,110 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.3 અથવા 0.06 ટકા ઘટી રૂ.4,825ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.71,320ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,363 અને નીચામાં રૂ.70,836ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.423 અથવા 0.59 ટકા ઘટી રૂ.71,116ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 26,993 સોદાઓમાં કુલ રૂ.1,616.53 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,050ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,064 અને નીચામાં રૂ.5,016ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે 1 બેરલદીઠ રૂ.16 અથવા 0.32 ટકા ઘટી રૂ.5,055 બોલાયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 2,209 સોદાઓમાં રૂ.263.58 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1326ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1349 અને નીચામાં રૂ.1326ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.20.50 અથવા 1.55 ટકા વધી રૂ.1339ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે રૂ (કોટન) જૂન વાયદો 1 ગાંસડીદીઠ રૂ.24,030ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.24,490 અને નીચામાં રૂ.24,030ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.450 અથવા 1.88 ટકા વધી રૂ.24,380ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ 10 કિલોગ્રામદીઠ રૂ.1139ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1153.80 અને નીચામાં રૂ.1139ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.15.60 અથવા 1.37 ટકા વધી રૂ.1150.60ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. રબરના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 100 કિલોગ્રામદીઠ રૂ.4 અથવા 0.02 ટકા વધી રૂ.17,161 અને મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.2.90 અથવા 0.31 ટકા ઘટી રૂ.918.70ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

- text

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 10,864 સોદાઓમાં રૂ.1,324.34 કરોડનાં 2,710.621 કિલોગ્રામ અને ચાદીના વિવિધ વાયદાઓમાં 47,819 સોદાઓમાં કુલ રૂ.1,773.83 કરોડનાં 249.318 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 14 સોદાઓમાં રૂ.0.37 કરોડનાં 56 મેટ્રિક ટન અને રૂ (કોટન)ના વાયદાઓમાં 1,258 સોદાઓમાં રૂ.121.44 કરોડનાં 49,875 ગાંસડીના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 873 સોદાઓમાં રૂ.138.93 કરોડનાં 12,160 મેટ્રિક ટન નાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,976.983 કિલોગ્રામ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 532.965 ટન, એલ્યુમિનિયમ 11,350 ટન, જસત 12,375 ટન, તાંબુ 13,9250 ટન, નિકલ 3,607.500 ટન, સીસું 5,590 ટન, ક્રૂડ તેલ 11,30,800 બેરલ્સ અને નેચરલ ગેસ 2,51,03,750 એમએમબીટીયૂ તેમ જ કપાસ 36 ટન, મેન્થા તેલ 55.08 ટન, રબર 228 ટન, રૂ (કોટન) 1,97,325 ગાંસડી, સીપીઓ 70,840 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,117 સોદાઓમાં રૂ.88.76 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 529 સોદાઓમાં રૂ.42.07 કરોડનાં 556 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 588 સોદાઓમાં રૂ.46.69 કરોડનાં 627 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,117 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 926 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 15,174ના સ્તરે ખૂલી, ઊપરમાં 15,174 અને નીચામાં 15,107ના સ્તરને સ્પર્શી, 67 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 47 પોઈન્ટ અથવા 0.31 ટકા ઘટી 15,143ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જૂન વાયદો 14,988ના સ્તરે ખૂલી, 143 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 160 પોઈન્ટ અથવા 1.07 ટકા ઘટી 14,860ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 6,671 સોદાઓમાં રૂ.501.75 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.38.11 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.45.08 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.418.18 કરોડનાં કામકાજ થયાં હતાં.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.50,000 ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.430 ખૂલી, ઊપરમાં રૂ.439.50 અને નીચામાં રૂ.420 રહી, અંતે રૂ.29 અથવા 6.32 ટકા ઘટી રૂ.430 થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.72,000 ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.1,298 ખૂલી, ઊપરમાં રૂ.1,298 અને નીચામાં રૂ.980 રહી, અંતે રૂ.274 અથવા 21.22 ટકા ઘટી રૂ.1,017 થયો હતો. ક્રૂડ તેલ જૂન રૂ.5,100 ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.98 ખૂલી, ઊપરમાં રૂ.98 અને નીચામાં રૂ.78.10 રહી, અંતે રૂ.9.20 અથવા 8.98 ટકા ઘટી રૂ.93.30 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.48,000 ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.370.50 ખૂલી, ઊપરમાં રૂ.458 અને નીચામાં રૂ.370.50 રહી, અંતે રૂ.42.50 અથવા 10.55 ટકા વધી રૂ.445.50 થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.70,000 ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.840.50 ખૂલી, ઊપરમાં રૂ.1,035 અને નીચામાં રૂ.840.50 રહી, અંતે રૂ.175 અથવા 22.46 ટકા વધી રૂ.954 થયો હતો. ક્રૂડ તેલ જૂન રૂ.5,000 ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.88.80 ખૂલી, ઊપરમાં રૂ.107 અને નીચામાં રૂ.88.80 રહી, અંતે રૂ.5.10 અથવા 5.74 વધી રૂ.93.90 થયો હતો.

- text