મોરબી અને વાંકાનેરના નવા બસસ્ટેન્ડનું થયું ઈ-ખાતમુહૂર્ત

- text


મોરબીમાં 5.4 કરોડ અને વાંકાનેરમાં 4.5 કરોડના ખર્ચે આધુનિક સુવિધાયુક્ત બસ સ્ટેન્ડ આકાર પામશે

મોરબી : મોરબી અને વાંકાનેરને રાજ્ય સરકારે નવા બસસ્ટેન્ડની ભેટ ધરી છે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે બન્ને બસસ્ટૅન્ડનું ઈ – ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લાના પ્રભારીમંત્રી સૌરભ પટેલ અને પશુપાલન અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવાળીયા ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા મોરબી જિલ્લામાં મોરબી શહેર અને વાંકાનેરને આધુનિક સુવિધાયુક્ત બસસ્ટેન્ડની ભેટ આપી છે જેમાં મોરબી નવા બસસ્ટેન્ડ ખાતે રૂપિયાય 5.4 કરોડના ખર્ચે નવું બસસ્ટેન્ડ નિર્માણ કરશે. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે નવા બસસ્ટેન્ડ પ્રોજેક્ટનું ઈ ખાત મુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભ પટેલ, ધારાસભ્ય બ્રિજેશ મેરજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત, રૂપિયા 4.5 કરોડના ખર્ચે નિર્માણ થનાર વાંકાનેર એસટી બસ સ્ટેન્ડનું પણ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના પશુપાલન અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવાળીયા અને સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.

- text

- text